T20 World Cup : T20માં એલેક્સ હેલ્સના 2 હજાર રન પુરા, અડધથી સદી ભારતને ભારે પડશે!
ઈંગ્લેન્ડ સામે સેમીફાઇનલમાં ઉતરેલી ટીમ ઈન્ડિયા હારવાની કગાર પર પહોંચી ગઈ છે. એક તરફ ભારતીય બોલરોની સાધારણ બોલિંગ અને બીજી તરફ એલેક્સ હેલ્સની ધમાકેદાર ઈનિંગ્સ સામે ભારતીય ટીમ લાચાર જોવા મળી છે.
ઈંગ્લેન્ડ સામે સેમીફાઇનલમાં ઉતરેલી ટીમ ઈન્ડિયા હારવાની કગાર પર પહોંચી ગઈ છે. એક તરફ ભારતીય બોલરોની સાધારણ બોલિંગ અને બીજી તરફ એલેક્સ હેલ્સની ધમાકેદાર ઈનિંગ્સ સામે ભારતીય ટીમ લાચાર જોવા મળી છે.

સેમીફાઈનલમાં રનચેજ માટે ઉતરેલા ઈંગ્લેન્ડના ઓપનર ધમાકેદાર ફોર્મ દેખાડી રહ્યા છે ત્યારે એલેક્સ હેલ્સે તેના કરીયરની 12મીં અડધી સદી ફટકારી છે. આ સાથે એલેક્સ હેલ્સ 2 હજાર રન પુરા કરનારો પણ ખેલાડી બની ગયો છે.
હેલ્સ T20 ફોર્મેટમાં 2 હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ઈંગ્લેન્ડનો ત્રીજો બેટ્સમેન છે. આ પહેલા જોસ બટલર અને ઈયોન મોર્ગન 2 હજાર રન પુરા કરી ચુક્યા છે. હેલ્સે અફઘાનિસ્તાનના મોહમ્મદ શહઝાદ (2,015)ને પણ પાછળ છોડ્યો છે. હેલ્સ 2 હજાર રન બનાવનાર વિશ્વનો 22મો બેટ્સમેન બન્યો છે.

Click it and Unblock the Notifications