ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ટેટૂનો ક્રેઝ, હસીનાઓ વિવિધ ટેટૂ બનાવીને મેદાન પર પહોંચી

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલા ધણાકેદાર મુકાબલાનો ફિવર ગુજરાતની હસીનાઓ પર પણ ચડ્યો છે. આ જ કારણ છે કે ઘણી હસીનાઓ તેના શરીર પર ટેટૂ બનાવીને મેદાન પર પહોંચી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચને આને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. બીજી તરફ લોકોમાં ટેટૂનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

IND vs PAK

પુરૂષો સાથે સાથે મહિલાઓ પણ ક્રિકેટ મેચ જોવા માટે એટલી જ ઉત્સાહિત જોવા મળી રહી છે. અમદાવાદમાં મેચ જોવા માટે મોટી સંખ્યામાં યુવતીઓ સ્ટેડિયમમાં આવી છે. તે ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે ટેટૂ પણ કરાવી રહી છે.

અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ પહેલા યુવતીઓએ વર્લ્ડ કપ અને નવરાત્રિની થીમ પર ટેટૂ કરાવ્યા છે. મહિલાઓના ટેટૂમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમનું નામ જોવા મળે છે.

IND vs PAK

ટેટૂમાં યુવતીઓએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ગરબા રમતા દર્શાવી રહી છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં શાંતિની અપીલ કરતા ટેટૂ પણ બનાવવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના બીજા દિવસે શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. ટેટૂ કલાકારોએ બંને મોટી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ટેટૂ ડિઝાઇન તૈયાર કરી છે.

શરીરને અનુકૂળ રંગો જેવા કે લાલ, સફેદ, સોનેરી, કાળો વગેરે ટેટૂમાં વપરાય છે. રંગ, શૈલી અને કદના આધારે ટેટૂની કિંમત 500 થી 5000 સુધીની હોય છે. આ ટેટૂ કરાવીને દર્શકો સ્ટેડિયમમાં ભારતીય ટીમને સપોર્ટ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X