For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમમાં હજુ પણ આક્રમકતાની ઉણપઃ ધોની

|
Google Oneindia Gujarati News

msdhonikochi
કોચી, 16 જાન્યુઆરીઃ શ્રેણીની બીજી મેચમાં ઇંગ્લેન્ડને 127 રનથી હારવ્યા બાદ ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, મને લાગે છે કે, હજુ પણ ટીમમાં આક્રમકતાની ઉણપ છે. અમે એવું પ્રદર્શન નથી કરી રહ્યાં જેવું અમે 2008 અને 2011માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલું શ્રેણીમાં કર્યું હતું. ભારતે બન્ને વખતે ઇંગ્લેન્ડની ટીમને ક્લીન સ્વીપ કર્યું હતું.

ધોનીએ એમ પણ કહ્યું કે, અમે પહેલાં આમ કરવામાં સફળતાં મેળવી પરંતુ તેનો મતલબ એ નથી કે અમે ફરીથી એ કરવામાં સફળ રહીશું. હવે ખેલોના નિમય પણ બદલાઇ ચૂક્યા છે. અમારા બોલર પાસે એટલો અનુભવ નથી, પરંતુ યુવા ખેલાડી શમી અમહદ અને ભુવનેશ્વર કુમાર સારું પ્રદર્શન કરી રહ્યાં છે. જે અમારા માટે સુખદ છે. ભુવનેશ્વર કુમારના વખાણ કરતા ધોનીએ કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો છે પરંતુ સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે શમી અહમદના પણ વખાણ કર્યા હતા.

બેટ્સમેનોના પ્રદર્શન અંગે ધોનીએ કહ્યું કે, અમારા ઘણા ખેલાડીઓ સદી ફટકારી રહ્યાં છે, પરંતુ જરૂરિયાત છે કે તે પોતાની ઇનિંગને થોડી વધું આગળ લઇ જાય. જો અડધી સદી ફટકારો કોઇપણ બેટ્સમેન 70 કે 75 રન બનાવે છે તો તે સારું રહેશે, જેનાથી નવા આવનાર બેટ્સમેનને સેટ થવા માટે સમય મળી જાય છે. એ ઘણું જ જરૂરી છે કે ટીમના ટોચના ક્રમના ચાર ખેલાડીઓમાંથી કોઇ એક મોટી ઇનિંગ રમે. રવિન્દ્ર જાડેજાના વખાણ કરતા ધોનીએ કહ્યું કે, આ ઇનિંગ એ ખેલાડી અને ટીમ માટે ઘણી જ મહત્વપૂર્ણ હતી. તેણે અડધી સદી લગાવી ઉપરાંત બે વિકેટ પણ લીધી જેનાથી અમારી જીત સહેલી થઇ ગઇ.

બીજી વનડેમાં ટીમના પ્રદર્શન પર તેમણે સંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે હવે અમે જીતની લય હાંસલ કરી લીધી છે. આગામી મેચમાં ટીમમાં કોઇપણ બદલાવ કરવા અંગેનો ધોનીએ ઇન્કાર કરતા કહ્યું કે તે આ ટીમ સાથે જ આગળ વધશે.

English summary
Captain Dhoni conceded that his side did not possess the firepower of the past when they had whitewashed the visitors in the last two series at home.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X