ટીમ ઇન્ડિયાના ખોવાઇ ગયેલા વિશ્વકપ 2011ના મહારથીઓ

વિશ્વકપ 2011માં ભારતને જીત અપાવનાર ચાર મહારથી ટીમની બહાર છે. થોડા સમય પહેલા આ ખેલાડી ભારતના મહત્વના ખેલાડી ગણાતા હતા, પરંતુ હાલ તેના વગર પણ ભારત મેચ જીતી રહ્યુ છે. આ ખેલાડીઓ એટલે કે વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર(મેન ઓફ ધ મેચ ફાઇનલ), ઝહીર ખાન(સર્વાધિક વીકેટ વિશ્વકપ-2011), યુવરાજ સિંહ(મેન ઓફ ધ સિરીઝ). જે હાલ પોતાના પ્રદર્શનના કારણે ટીમની બહાર છે, જો કે સારી વાત એ છે કે તેઓ ટીમમાં પોતાનું સ્થાન પરત મેળવવા માટે પ્રયત્નશીલ છે.

વિશ્વકપ દરમિયાન આ ખેલાડીઓ પોતાની તમામ કૌશલ્યતાને મેદાન પર એ હદે ઉતારી દીધી હતી કે, વિરોધી ટીમ પાસે પસાસ્ત થયા સિવાય અન્ય કોઇ વિકલ્પ રહ્યો નહોતો. તો ચાલો અહીં તસવીરો થકી આ ખેલાડીઓ અંગે માહિતી મેળવીએ અને હાલ તેઓ ક્રિકેટ સિવાય શુ કરી રહ્યાં છે અને કયા ખેલાડીઓએ તેમના માટે મુશ્કેલી ઉભી કરી છે.

વિરેન્દ્ર સેહવાગ

વિરેન્દ્ર સેહવાગ

કંગાળ ફોર્મના કારણે ટીમમાંથી બહાર નીકળેલા વિરેન્દ્ર સેહવાગ પોતાને પુર્વ ક્રિકેટર ગણે છે. એવુ એટલા માટે કહેવાય છે કે, જ્યારથી ટીમમાંથી બહાર થયા છે, ત્યારથી તે કોઈ ક્રિકેટ ક્લબ, કાઉન્ટી કે અન્ય કોઇ ટુર્નામેન્ટમાં અભ્યાસ કરતા હોય તેવા સમાચાર મળી રહ્યાં નથી. શિખર ધવનના સાથી રોહીત શર્માની બેટિંગમાં ધાર આવવાને કારણે વિરેન્દ્ર સેહવાગની એન્ટ્રી નહીવત જેવી લાગે છે. રાજીવ ગાંધી ખેલ રત્ન વિવાદ અંગે વિરેન્દ્ર સેહવાગે જણાવ્યુ કે ભારત સરકારે ખેલનો સૌથી મોટા પુરસ્કારની ઘોષણા કર્યા પહેલા ક્રિશ્ના પુનિયાની ખાસીયત વિશે જાણવું જોઇએ સેહવાગે કહ્યુ કે પુનિયાને કોમનવેલ્થ ગોલ્ડ મેડલ જીત્યું છે એ જ નહીં ઓલિમ્પિકમાં પણ તે છઠ્ઠાં ક્રમ પર છે. સેહવાગે કહ્યુ કે ભારત સરકાર પર મને ભરોસો છે કે સરકાર આ અંગે જરૂર વિચાર કરશે.

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર નીકળેલા ઓપનીંગ બેટ્સમેન ગૌતમ ગંભીર ઇંગલિશ કાઉન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટના શેષ સત્રમાં જોડાવવા માટે એસેક્સ કલ્બમાં સામેલ થઈ ગયો છે. એસેક્સએ ખરાબ પ્રદર્શનને સારુ કરવા માટે ગૌતમ સાથે કરાર કર્યો છે. ગંભીરે ગુરુવારે ટ્વીટ કર્યુ હતુ કે, નમસ્કર, મિત્રો કાલે શુક્રવારથી કાઉન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટમા ભાગ લેવા જઈ રહ્યો છુ. ત્યાં હું એક્સેસ ઇગલ્સ માટે રમીશ. એક્સેસ ઇગલ્સના કોચ પોલ ગ્રેસનુ માનવુ છે કે, ગંભીર તેમની ટીમને કંગાળ પ્રદર્શનથી ઊભારી શકે છે. ગ્રેસે કહ્યું કે અમે ગૌતમ ગંભીર સાથે કરાર કરીને ખુશ છીએ. ગંભીર 20 ઓગસ્ટે નોર્થમ્પ્ટશાયર સામે રમીને શરૂઆત કરશે. ગંભીર કાઉંટી ક્લબના આ સત્રના પહેલા ભારતીય ખેલાડી છે. હરભજન સિંહે કાઉંટી ચેમ્પીયનશીપના ગયા સત્રમાં ગયા વર્ષે એસેક્સ તરફથી ભાગ લીધો હતો.

યુવરાજ સિંહ અને ઝહીરખાન

યુવરાજ સિંહ અને ઝહીરખાન

યુવરાજ સિંહ અને ડાબોડી ઝડપી બોલર ઝહીરખાન રાષ્ટ્રીય ટીમમાં સામેલ થવા પોતાના સ્વાસ્થ્યની સંભાળ કેટલાક દિવસથી ફ્રાંસમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. તે 42 દિવસનો ટ્રેનિંગ કોર્ષ પુરો કરીને સોમવારે ભારત આવ્યા. ફ્રાંસમા તે કોઈને ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા. પોતાના ખાનગી ટ્રેનર ટિમ એક્સેટરની મદદથી બન્ને સ્ટાર ખેલાડી ભારતીય ટીમમાં પાછું સ્થાન મેળવવા મન મુકીને મહેનત કરી રહ્યા છે. આ દરમિયાન બન્ને ખેલાડી રોજ 4 થી 5 કલાક રેસ ટ્રેક અને જીમમાં મહેનત કરી હતી.

હરભજન સિંહ

હરભજન સિંહ

હૈદરાબાદમાં યોજાઈ રહેલી ઈન્ડિયન બેડમિન્ટન લીગ (આઈબીએલ)ની એક મેચમાં પોતાની ગલફ્રેન્ડની સાથે જોવા મળ્યો હતો. પરંતુ મીડિયામાં આ ખબર પર વધુ ભાર મુક્યો હતો કે કલર્સ પર યોજાનાર રિયાલીટ શો બિગ બોસ 7માં આ જોવા મળશે. 33 વર્ષિય સ્પિનર છેલ્લી વખત ટીમમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં જોવા મળ્યો હતો. ત્યારથી જ ટીમમાંથી બહાર છે. ત્યારબાદ એ પણ માહિતી બહાર આવી હતી કે એક પંજાબી ફિલ્મમાં તે એક પોલીસ ઈસ્પેક્ટર બન્યો છે. આ ખબરની પૃષ્ટિ ત્યારે કરવામાં આવી કે જ્યારે પોલીસ ઈસ્પેક્ટરની વર્દીમાં તેનો ફોટો જોવા મળ્યો હતો.

 પઠાણબંધુઓ

પઠાણબંધુઓ

ઈરફાન પઠાણ અને યૂસુફ પઠાણ ખરાબ ફોર્મના કારણે ટીમમાંથી બહાર બેઠા છે. પરંતુ બંન્ને આઈપીએલમાં રમીને પોતાની ક્રિકેટ પ્રત્યેની પ્યાસ બુજાવી લે છે. ઈરફાન પઠાણ છેલ્લી વાર ભારતીય ટીમ તરફથી ટી-20 વિશ્વકપમાં રમ્યો હતો, જ્યારે યુસુફ પઠાણ ગયા વર્ષે એશિયા કપ બાદ ટીમમાંથી બહાર છે, જોકે સારી વાત એ છેકે બન્ને ભાઈઓને ટી-20 મેચમાં સ્થાન મળી જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X