For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેપ્ટન કૂલ ધોનીને લઇને દિલીપ વેંગેસ્કરે કર્યો મોટો ખુલાસો

By Super
|
Google Oneindia Gujarati News

dilip-vengsarkar
મુંબઇ, 26 એપ્રિલઃ ભારતના સૌથી સફળ સુકાની બની ચૂકેલા મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડનો આભાર માનવો જોઇએ, જેમણે 2008માં ટેસ્ટ સુકાની માટે ધોનીનું નામ સૂચવ્યું હતું, તેમ પૂર્વ દિગ્ગજ બેટ્સમેન અને પસંદગીકર્તા દિલીપ વેંગેસ્કરે બુધવારે સચિન પર લખાયેલા પુસ્તક સચિન ક્રિકેટર ઓફ ધ સેન્ચુરીનું વિમોચન કરતા આ ખુલાસો કર્યો હતો.

આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, મે ક્યારેય કલ્પના નહોતી કરી કે સચિન ભારત માટે 40 વર્ષની ઉમર સુધી રમતા રહેશે. તે હજુ પણ રમવાનું જારી રાખી શકે છે, પરંતુ જ્યારે તે નિવૃત્તિ લેશે ત્યારે ક્રિકેટને તેની ખોટ સાલશે.

વેંગેસ્કરે કહ્યું કે, સચિન અને દ્રવિડે જ એ સલાહ આપી હતી કે અનિલ કુંબલેની નિવૃત્તિ બાદ ધોનીને ટેસ્ટ સુકાની બનાવવો જોઇએ. ધોની નવેમ્બર 2008માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રેણીમાં ભારતના પૂર્ણકાલિક સુકાની બન્યા હતા સપ્ટેમ્બર 2007માં દક્ષિણ આફ્રિકા ટી20 વિશ્વકપમાં ભારતનો સુકાની બન્યો હતો અને ભારતને એ વિશ્વકપ જીતાડ્યો હતો.

ત્યાર પછીના વર્ષે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સ્થાનિક શ્રેણીમાં અનિલ કુંબલેએ દિલ્હી ટેસ્ટમાં નિવૃત્તિની ઘોષણા કર્યા બાદ ધોનીને ટેસ્ટ ટીમનો સુકાની બનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વેંગેસ્કર ઉપરાંત 1983ની વિશ્વ વિજેતા ટીમના સદસ્ય બલવિન્દર સિંહ સંધુ અને કોચ લાલચંદ રાજપૂતે પણ સચિનના ઉલ્લેખનીય યોગદાનને યાદ કર્યું હતું.

English summary
Former Test star and chief national selector pays tribute to Sachin Tendulkar, who celebrated his 40th birthday on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X