Vinesh Phogat : 3 સવાલના જવાબ નક્કી કરશે કે વિનેશ ફોગાટને સિલ્વર મેડલ આપવો કે નહીં? જાણો સૂનાવણીમાં શું થયુ?
Vinesh Phogat : ભારતીય સ્ટાર રેસલર વિનેશ ફોગાટે વજનને લઈને બહાર કરી દેવાયા બાદ CAS માં અરજી કરીને સિલ્વર મેડલની માંગણી કરી છે. આ મામલે કોર્ટે ફોગાટને કેટલાક સવાલો કરાયા છે.
વિનેશ ફોગાટના કેસમાં હજુ સુધી નિર્ણય આવ્યો નથી. CASએ વિનેશને ત્રણ પ્રશ્નોના જવાબ આપવા કહ્યું છે. હવે મામલો વિનેશના હાથમાં છે.

CAS જજે વિનેશ ફોગાટને ત્રણ સવાલ પૂછ્યા છે અને ઈમેલ દ્વારા જવાબ આપવા કહ્યું છે. સીએએસનો વિનેશને પહેલો પ્રશ્ન છે કે, શું તમે એ નિયમથી વાકેફ હતા કે તમારે બીજા દિવસે પણ વજન કરાવવું પડશે?
બીજો પ્રશ્ન સિલ્વર મેડલ સાથે સંબંધિત છે. વિનેશને પૂછવામાં આવ્યું છે કે, શું ક્યુબાની કુસ્તીબાજ તમારી સાથે સિલ્વર મેડલ શેર કરશે? ત્રીજો સવાલ પૂછવામાં આવ્યો છે કે, શું તમે ઈચ્છો છો કે આ અપીલનો નિર્ણય જાહેર જાહેરાત દ્વારા કરવામાં આવે કે પછી ખાનગીમાં જણાવવામાં આવે?
જણાવી દઈએ કે, વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ ગોલ્ડ મેડલ મેચ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું અને વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
વિનેશે વજન ઘટાડવા માટે દરેક શક્ય પ્રયાસ કર્યા પરંતુ તેને સફળતા ન મળી. હવે મામલો CASમાં છે. વિનેશની સાથે ચાહકો પણ CASના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે કુલ 6 મેડલ જીત્યા છે. જેમાં 5 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ છે. નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. દેશને શૂટિંગમાં ત્રણ મેડલ મળ્યા છે. આ ત્રણેય બ્રોન્ઝ છે. કુસ્તીમાંથી એક મેડલ આવ્યો છે. અમન સેહરાવતે બ્રોન્ઝ જીત્યો છે.












Click it and Unblock the Notifications
