આ છે દુનિયાની સૌથી અમીર મહિલા ક્રિકેટર, લિસ્ટમાં ભારતીય ખેલાડીઓનો દબદબો
ભારતીય મહિલા ક્રિકેટનો સૌથી જાણીતો ચહેરો અને ટીમની પુર્વ કેપ્ટન મિતાલી રાજ પણ દુનિયાની અમીર મહિલા ખેલાડીઓની યાદીમાં સામેલ છે. મિતાલી રાજની નેટવર્થ 5 મિલિયન ડોલર એટલે કે 41 કરોડ આસપાસ છે.
ભારત અને વિશ્વમાં દિવસે દિવસે મહિલા ક્રિકેટનો દબદબો વધી રહ્યો છે. હવે મહિલા ક્રિકેટરોને પણ પુરૂષ ટીમના ખેલાડીઓ જેટલુ જ વેતન મળે છે. આ સિવાય બદલાતા સમય સાથે મહિલા ક્રિકેટરોને બ્રાન્ડ પ્રમોશન પણ મળતા થયા છે. હવે મહિલા ક્રિકેટરોની સંપતિ પણ કરોડોમાં પહોંચી રહી છે. આજે અમે તમને દુનિયાની 5 સૌથી અમીર મહિલા ક્રિકેટરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

હરમનપ્રીત કૌર
હાલમાં ભારતીય ટીમની કેપ્ટન અને સ્ટાર મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર અમીર ક્રિકેટરોની યાદીમાં 5માં નંબરે છે. હરમનપ્રીતની નેટવર્થ 3 મિલિયન ડોલર એટલે કે 25 કરોડ કરતાં વધુ છે. તે WPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી જોવા મળશે.

સ્મૃતિ મંધાના
ભારતીય ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના અમીર મહિલા ક્રિકેટરોની યાદીમાં ચોથા નંબરે છે. સ્મૃતિ મંધાનાની નેટવર્થ 4 મિલિયન ડોલર એટલે કે 33 કરોડ આસપાસ છે. સ્મૃતિ મંધાના વૂમન્સ પ્રિમિયર લીગની સૌથી મોંઘી ખેલાડી છે અને આરસીબીએ તેને 3.40 કરોડ રૂપિયામાં ખરીદી છે.

મિતાલી રાજ
ભારતીય મહિલા ક્રિકેટનો સૌથી જાણીતો ચહેરો અને ટીમની પુર્વ કેપ્ટન મિતાલી રાજ પણ દુનિયાની અમીર મહિલા ખેલાડીઓની યાદીમાં સામેલ છે. મિતાલી રાજની નેટવર્થ 5 મિલિયન ડોલર એટલે કે 41 કરોડ આસપાસ છે. મિતાલી રાજ વૂમન્સ પ્રિમિયર લીગમાં ગુજરાત જાયન્ટમાં મેન્ટોર તરીકે જોડાઈ છે.

મેગ લેનિંગ
આ લિસ્ટમાં બીજા નંબરે ઓસ્ટ્રિયન ક્રિકેટર અને ટીમની કેપ્ટન મેગ લેનિંગ છે. મેગ લેનિંગની નેટ વર્થ 74 કરોડથી વધુ છે. વૂમન્સ પ્રીમિયર લીગ માટે મેગ લેનિંગને દિલ્હી કેપિટલ્સે 1.10 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરી છે.

એલિસા પેરી
એલિસા પેરી દુનિયાની સૌથી અમીર ક્રિકેટર છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એલિસા પેરી મહિલા ક્રિકેટનું જાણીતું નામ છે અને હવે ભારતમાં વૂમન્સ પ્રીમિયર લીગમાં પણ રમતી જોવા મળશે. એલિસા પેરીની નેટવર્થ 14 મિલિયન ડોલર આસપાસ છે અને આરબીસીએ તેને 107 કરોડમાં ખરીદી છે.












Click it and Unblock the Notifications
