આ વિદેશી ખેલાડીઓએ ભારતીય યુવતીઓ સાથે લગ્ન કર્યા છે, એક તો ભારતની સ્ટાર ખેલાડી છે
દુનિયાના મહાનતમ સ્પીનરોમાં સામેલ મુથૈયા મુરલીધરને ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા છે. દુનિયાભરમાં તખરાટ મચાવનાર ઓફ સ્પિનર મુથૈયા મુરલીધરને ભારતીય મહિલા મધિમલાર સાથે લગ્ન કર્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં ક્રિકેટનું મહત્વ ઘણુ વધ્યુ છે. આઈપીએલ જેવી લીગને કારણે વિદેશી ખેલાડીઓ ભારતમાં લાંબો સમય રહેતા થયા છે. વિદેશી ખેલાડીઓ ભારતમાં આવતા હવે તે ભારતીય યુવતીઓ સાથે લગ્ન પણ કરવા લાગ્યા છે. આજે આપણે કેટલાક વિદેશી ક્રિકેટરોની વાત કરવાના છીએ, જેને ભારતીય યુવતીઓ સાથે લગ્ન કર્યા છે.

શોએબ મલિક
શોએબ મલિક અને સાનિયા મિર્ઝાની જોડી સૌથી ચર્ચિત ખેલાડીઓની જોડીઓમાંથી એક છે. સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે 2008માં લગ્ન કર્યા હતા. ભારત-પાકિસ્તાનના સબંધોમાં ખટાસ વચ્ચે આ જોડી ખુબ ચર્ચામાં રહે છે.

મુથૈયા મુરલીધરન
દુનિયાના મહાનતમ સ્પીનરોમાં સામેલ મુથૈયા મુરલીધરને પણ ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા છે. દુનિયાભરમાં તખરાટ મચાવનાર ઓફ સ્પિનર મુથૈયા મુરલીધરને ભારતીય મહિલા મધિમલાર સાથે લગ્ન કર્યા છે. બન્ને 2004માં પહેલી વખત મળ્યા હતા. ત્યારબાદ બન્નેએ 2005માં લગ્ન કર્યા.

હસન અલી
પાકિસ્તાની ક્રિકેટર બોલર હસન અલીએ 2019માં ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા છે. હસન અલીએ હરીયાણાની રહેવાસી સામિયા આરજુ સાથે લગ્ન કર્યા છે. સામિયા ફરિદાબાદની છે અને ફ્લાઈટ એન્જિનિયર છે.

ગ્લેન મેક્સવેલ
ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્લેન મેક્સવેલે પણ ભારતીય મહિલા સાથે લગ્ન કર્યા છે. ગ્લેન મેક્સવેલે ગયા વર્ષે જ ભારતીય મુળની વિની રમન સાથે લગ્ન કર્યા છે. ગ્લેન મેક્સવેલે 2020માં વિની રમન સાથે સગાઈ કરી હતી. કોરોનાને કારણે તેને લગ્ન માટે રાહ જોવી પડી હતી.

શોન ટેટ
દુનિયાના ધુઆધાર બેટ્સમેનોની યાદીમાં સામેલ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર શોન ટેટે પણ ભારતમાં લગ્ન કર્યા છે. આઈપીએલ 2010 દરમિયાન શોન ટેટની મુલાકાત માસૂમ સિંઘા સાથે થઈ હતી. આગળ જતા બન્ને પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા.માસૂમે 2001માં મિસ અર્થ ઈન્ડિયાનો ખિતાબ પણ જીત્યો છે.












Click it and Unblock the Notifications
