Tokyo 2020: 10 મીટર એર રાઈફલ ક્વૉલિફિકેશન રાઉન્ડમાંથી જ બહાર થઈ ભારતની ચંદેલા અને વલારિવન

ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે 24 જુલાઈની શરુઆત મહિલાઓના 10 મીટર એર રાઈફલ ક્વૉલિફિકેશન રાઉન્ડથી થઈ.

નવી દિલ્લીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે 24 જુલાઈની શરુઆત મહિલાઓના 10 મીટર એર રાઈફલ ક્વૉલિફિકેશન રાઉન્ડથી થઈ. આમાં દુનિયાની પૂર્વ નંબર એક શૂટર અપૂર્વી ચંદેલા અને વર્તમાન નંબર વન એલાવેનિલ વલારિવને શરૂઆત કરી. આમાં ભારતને નિરાશા સાંપડી કારણકે બંનેમાંથી કોઈ પણ શૂટર ફાઈનલ રાઉન્ડ માટે ક્વૉલિફાઈ કરવામાં સફળ રહ્યા નહિ.

chandela

બીજી તરફ જેનેટ હેગ હુએસ્ટેડે મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં નવો ક્વૉલિફાઈંગ ઓલિમ્પિક રેકૉર્ડ બનાવ્યો. તેણે 632.9 પોઈન્ટ મેળવ્યા અને તે ટૉપ પર રહી. આ રાઉન્ડમાં બધા શૂટરોને 6 સીરિઝમાં 10 શૉટ્સ લગાવવાના હોય છે એટલે કે દરેક એથલીટને 60 શૉટ્સ કરવાના હોય છે. જેના અંતમાં ટૉપના 8 શૂટર ફાઈનલમાં જાય છે.

ચંદેલાએ 621.9 અને વલારિવને 626.5 પોઈન્ટ જ મેળવ્યા. 50 શૂટરોના આ રાઉન્ડમાં ચંદેલાને 36મુ અને વલારિવનને 16મુ સ્થાન મળ્યુ. નૉર્વેની જેનેટ હેગ ડુએસ્ટેડ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ક્વૉલિફાઈંગ ઓલિમ્પિક રેકૉર્ડની નવી માલિક છે. તેણે 632.9પોઈન્ટ સાથે સ્ટેન્ડિંગમાં સ્થાન મેળવ્યુ.

ફાઈનલમાં ગયેલા શૂટર

પાર્ક હીમૂન (KOR,),મેરી ટકર(USA), Kwon Eunji(KOR), ઓશન મુલર(FRA), યાંગ કિયાન(CHN), નીના ક્રિસ્ટન(SUI) અને અનાસ્તાસિયા ગેલાશિના(ROC). આઈઓસી શરણાર્થી ઓલિમ્પિક ટીમની એથલીટ લૂના સોલોમને 605.9નો વિશ્વસનીય સ્કોર બનાવીને 50મુ સ્થાન મેળવ્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X