7 ટાકા લાગ્યા બાદ પણ સતીશ કુમાર રિંગમાં ઉતરશે, મેડિકલ ક્લીયરન્સ મળ્યું
7 ટાકા લાગ્યા બાદ પણ સતીશ કુમાર રિંગમાં ઉતરશે, મેડિકલ ક્લીયરન્સ મળ્યું
ભારતીય બૉક્સર સતીશ કુમારને ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં રમવાની મંજૂરી મળી ગઈ છે. દુનિયાના નંબર 1 બૉક્સર ઉજબેકિસ્તાનના બખોદીર જલોલોવ સાથે તેમનો મુકાબલો થશે. સતીશ કુમાર ભારતના પહેલા હેવીવેટ મુકાબલામાં છે, તેમને પ્રીક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ગંભીર ઈજા પહોંચી હતી, જે બાદ તેમને સાત ટાકા લાગ્યા હતા. જમૈકાના રિકાર્ડો બ્રાઉન વિરુદ્ધની મેચ દરમિયાન તેઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. આ મેચ બાદ તેમની ફિટનેસને લઈ સવાલ ઉભા થઈ રહ્યા હતા કે શું તેઓ મેચ રમી શકે છે, જો કે બાદમાં તેમને ક્વાર્ટર ફાઈનલ મુકાબલો રમવા માટે મેડિકલ ફિટનેસનું સર્ટિફિકેટ મળી ગયું છે.

સતીશ કુમાર બે વખત એશિયન ચેમ્પિયન રહી ચૂક્યા છે. તેમણે પોતાની પહેલી મેચમાં રિકાર્ડો બ્રાઉનને 4-1થી હરાવ્યા હતા. સતીશ કુમાર એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે, આ ઉપરાંત તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ પણ જીતી ચૂક્યા છે. બૉક્સિંગમાં ભારતીય ટીમે સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ પુરુષોની ટીમે મહિલાઓની સરખામણીએ એટલું સારું પ્રદર્શન નથી કર્યું. અમિત પાંઘાલની હાર બાદ હવે સતીશ પર આખો દેશ ઉમ્મીદ લગાવીને બેઠો છે. જ્યારે મહિલાઓમાં લવલીના બોરોગોહેને એક મેડલ પાક્કો કરી લીધો છે. તેમણે નીન ચિન જેનને હરાવી સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.












Click it and Unblock the Notifications
