Tokyo Olympics 2020 : સિંધુએ જીત્યો બ્રોન્ઝ મેડલ, ભારતનો ત્રીજો મેડલ

બેડમિન્ટનમાં 1 ઓગસ્ટના રોજ ભારતની પીવી સિંધુ અને ચીનના હી બિંગ ઝીઓ વચ્ચે બ્રોન્ઝ મેડલ મેચ યોજાઈ હતી.

Tokyo Olympics 2020 : બેડમિન્ટનમાં 1 ઓગસ્ટના રોજ ભારતની પીવી સિંધુ અને ચીનના હી બિંગ ઝીઓ વચ્ચે બ્રોન્ઝ મેડલ મેચ યોજાઈ હતી. જેમાં ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં દેશનો ત્રીજો મેડલ જીતવા માટે વિશ્વની નંબર વન ખેલાડી તાઈ ત્ઝુ યિંગ સામે સેમિફાઇનલમાં હાર્યાના એક દિવસ બાદ શાનદાર વાપસી કરી હતી. સિંધુનો આ બીજો ઓલિમ્પિક મેડલ છે. આ પહેલા તેણે રિયો ઓલિમ્પિક 2016માં સિલ્વર મેડલ જીત્યો હતો. સિંધુએ હી બિંગ ઝીઓને સીધા સેટમાં હરાવીને મેચમાં 21-13, 21-15થી જીત મેળવી હતી.

મેચની સ્થિતિ આવી રહી હતી

પીવી સિંધુએ પહેલો સેટ શાનદાર રીતે શરૂ કર્યો હતો અને 4 પોઈન્ટ મેળવી લીધા હતા. તેની સમે ઝીઓએ પછી તેનો પહેલો પોઈન્ટ મેળવ્યો હતો. ત્યારબાદ બિંગ ઝીઓએ શાનદાર પુનરાગમન કરીને ચાર પોઈન્ટ ઝડપથી મેળવીને પોઇન્ટ 5-5 પર સરભર કર્યા હતા. મેચ સારી રીતે ચાલી હતી કારણ કે, બિંગે સિંધુને વધારે ફાયદો ઉઠાવવા દીધો ન હતો અને સ્કોર સમાન રહ્યો હતો. સિંધુએ પ્રથમ સેટના પહેલા હાફમાં શાનદાર રમત સાથે 11-8ની લીડ મેળવી હતી. હાફ-બ્રેક બાદ સિંધુ લયમાં દેખાઈ હતી કારણ કે, તે ચીની ખેલાડીને ચકમો આપીને પોઈન્ટ એકત્રિત કરતી રહી હતી. તેણે આ હાફમાં પહેલો સેટ 21-13 પોઇન્ટ સાથે સરળતાથી જીતી લીધો હતો.

Tokyo Olympics 2020

21-13થી જીતી પીવી સિંધુ

બીજા સેટની શરૂઆત સિંધુ માટે પણ શાનદાર હતી. તે સીધો સેટ જીતીને ઈતિહાસ રચવા કટીબદ્ધ જોવા મળી હતી. સિધુ 4-1થી આગળ નીકળી ગઈ. બીજી બાજુ ચીની ખેલાડી બિંગએ પુનરાગમન માટે સખત પ્રયાસ કર્યો હતા. તે મેચમાં પરત ફરવા માટે તમામ પ્રયત્નો કરતી હતી. બીજા સેટના પહેલા હાફની પહેલા લાંબી રેલી બિંગ ઝિયાઓના નામે રહી હતી. બીજા સેટનો પહેલો હાફ પૂરો થતાં સિંધુએ 11-8ની લીડ મેળવી લીધી હતી.

બીજા હાફમાં ચીનની બિંગએ લીડની બરાબરી કરી, પરંતુ પછી સિંધુએ એક્શન બતાવીનો ફરી લીડ લીધી અને ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો ત્રીજો મેડલ જીતવાની ઝુંબેશ ચાલુ રાખી હતી. આ સમય દરમિયાન સિંધુ એટલી ચપળ હતી કે, બિંગ પાસે તેના માટે કોઈ જવાબ ન હતો. જે બાદ ચીની ખેલાડીના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, મેચ સંપૂર્ણપણે સિંધુના પક્ષમાં જતી રહી હતી અને સિંધુએ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. આ અગાઉ મીરાબાઈ ચાનુએ વેઈટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતી લીધો છે. આ સાથે લવલીનાએ બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ પાક્કો છે, તેમને પોતાના મેડલનો રંગ બદલવા માટે સેમિફાઇનલમાં ઉતરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X