Tokyo Paralympics: અવનિ લેખરાએ રચ્યો ઈતિહાસ, નિશાનેબાજીમાં જીત્યો ગોલ્ડ

સોમવારે 19 વર્ષની અવનિ લેખરાએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો.

ટોક્યોઃ ભારતીય દળનુ ટોક્યો પેરાલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન ચાલુ છે. સોમવારે 19 વર્ષની અવનિ લેખરાએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો. તેણે મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ એસએચ1 સ્પર્ધામાં પેરાલિમ્પિકમાં નિશાનેબાજીમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો. લેખરાએ ફાઈનલમાં 249.6ના કુલ સ્કોર સાથે વિશ્વ રેકૉર્ડની બરાબરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો. ટોક્યો પેરાલિમ્પક રમતોમાં આ ભારતનો અત્યાર સુધીને ચોથો મેડલ છે.

avani lekhara

અવનીએ ક્વૉલિફિકેશન રાઉન્ડમાં 621.7ના કુલ સ્કોર સાથે 7માં સ્થાને રહીને ફાઈનલ માટે ક્વૉલિફાઈ કર્યુ હતુ. ફાઈનલમાં પહોંચવા માટે ધીમી શરૂઆત બાદ અવનીએ સારુ કમબેક કર્યુ હતુ. તેણે ક્વૉલિફિકેશનના અંતિમ દોરમાં 104.1 સ્કોર કરતા પહેલા રમતમાં આવવાના પોતાના ત્રીજા અને ચોથા પ્રયત્નમાં 104.9, 104.8નો સારો સ્કોર નોંધાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે રાજસ્થાનના જયપુરની અવનિ લેખા જ્યારે 11 વર્ષની હતી ત્યારથી તે એક માર્ગ અકસ્માતનો ભોગ બની ગઈ હતી. આ અકસ્માતમાં તેનો સ્પાઈનલ કૉર્ડની ઈજા થઈ. અવનિની વર્લ્ડ રેકિંગ મહિલાઓના 10 મીટર એર સ્ટેન્ડીંગ નિશાનેબાજીમાં SH1 ઈવેન્ટમાં 5મી છે. અવનિએ શૂટિંગ અને આર્ચરી બંનેમાં પોતાનો હાથ અજમાવ્યો પરંતુ છેવટે તેણે શૂટિંગને પોતાનુ કરિયર બનાવ્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X