Tokyo Paralympics : ભાવિના પટેલે ખુલાસો કર્યો, નર્વસ હોવાને કારણે અંતિમ મેચ હારી
ટોક્યો પેરાલિમ્પિક્સની સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલે રવિવારના રોજ જણાવ્યું હતું કે, તે ફાઇનલમાં થોડી નર્વસ હતી અને તે જ વિશ્વની નંબર વન અને છ વખતની ગોલ્ડ મેડલ વિજેતા ચીનની ઝોઉ યિંગ સામે હારવાનું કારણ હતું.
નવી દિલ્હી : ટોક્યો પેરાલિમ્પિક્સની સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલે રવિવારના રોજ જણાવ્યું હતું કે, તે ફાઇનલમાં થોડી નર્વસ હતી અને તે જ વિશ્વની નંબર વન અને છ વખતની ગોલ્ડ મેડલ વિજેતા ચીનની ઝોઉ યિંગ સામે હારવાનું કારણ હતું. ફાઇનલમાં પહોંચવા માટે ભાવિનાએ તમામ પડકારો પાર કર્યા હતા, પરંતુ ચીની ખેલાડી સામે 0-3થી હાર્યા બાદ તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ટેબલ ટેનિસની રમતમાં ભારતનો આ પહેલો મેડલ છે.


12 વર્ષની ઉંમરે પોલિયો થયો
34 વર્ષની ભાવિના પટેલને 12 મહિનાની ઉંમરે પોલિયો હોવાનું નિદાન થયું હતું. તેણીએ મહિલા સિંગલ્સ ટેબલ ટેનિસ કેટેગરી 4માં તેની પ્રથમ પેરાલિમ્પિકરમતોમાં ખેલદિલી દર્શાવી હતી. ભાવિનાએ અભિયાનની પોતાની પ્રથમ મેચ ઝોઉ યિંગ સામે હારી ગઇ હતી. જે બાદ ભાવિનાએ 16મા રાઉન્ડમાં સર્બિયાના રિયોપેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ બોરીસ્લાવા પેરીક-રાન્કોવિચને હરાવ્યો હતો. ત્યારબાદ, ક્વાર્ટર ફાઇનલમાં તેણીએ વિશ્વની ત્રીજા નંબરની ચીનની ઝાંગ મિયાઓને હરાવીહતી.

હું મારા 100 ટકા આપી શકી નહીં
ફાઇનલમાં હાર્યા હોવા છતાં, ભાવિનાએ ઇતિહાસ રચ્યો કારણ કે, તે પેરાલિમ્પિક મેડલ જીતનાર બીજી ભારતીય મહિલા બની હતી. રવિવાર પહેલા કોઈ ભારતીયઓલિમ્પિક અથવા પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસમાં મેડલ જીત્યો ન હતો.
ગભરાટના કારણે હું મારું 100 ટકા આપી શકી નહીં.
રવિવારના રોજ તેની ઐતિહાસિક જીતબાદ ભાવના પટેલે કહ્યું કે, 'હું થોડો નર્વસ થઈ ગઇ હતી, જે કારણે હું મારા 100 ટકા આપી શકી નહીં, પરંતુ હું મારી આગામી ટૂર્નામેન્ટમાં તેને સુધારવાનો પ્રયત્નકરીશ. જે રમતવીર 100 ટકા આપે તો ક્યારેય હારતો નથી, પણ આજે નર્વસનેસને કારણે મારું પ્રદર્શન સારું ન હતું.

હું પડકારોને પોઝિટિવ લઉ છું : ભાવિના
ભાવનાને તેના પ્રથમ પેરાલિમ્પિક્સમાં ભાગ લેવા માટે લાંબી રાહ જોવી પડી હતી, પરંતુ જ્યારે તેને મોટી તક મળી ત્યારે તેણે તેને ઝડપી લીધી હતી.
ભાવિનાએ કહ્યું,હું હંમેશા ધ્યાન રાખું છું કે, મારા માર્ગમાં આવતી સમસ્યાઓના કારણે હું અટકી ન જાઉં. હું માનું છું કે, જો મારા માટે એક દરવાજો બંધ થઈ જાય, તો ભગવાન તકનાબીજા ઘણા દરવાજા ખોલી દેશે. મેં મારી સમસ્યાઓને હકારાત્મક પ્રકાશમાં જોવાનું શીખ્યું છે. જે મને વધુ મહેનત કરવાની હિંમત આપે છે.
મે ટોક્યોપેરાલિમ્પિક્સમાંથી ઘણું શીખ્યું છે, તે એક મહાન અનુભવ રહ્યો છે. હવે તેણીને ખાતરી છે કે, તેના આગામી ઓલિમ્પિકમાં તે પોતાના 100 ટકા આપશે. તેનું ધ્યાન હવેઆગામી એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ પર રહેશે.

ભારત માટે 5 ગોલ્ડ મેડલ, 13 સિલ્વર મેડલ જીત્યા
વડનગરની 34 વર્ષીય પેરા-એથ્લેટ જ્યારે ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ રહી હતી, ત્યારે તેણે પ્રોફેશન ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. તેણે 2010કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો. વર્ષ 2011 પેરા ટેબલ ટેનિસ થાઈલેન્ડ ઓપનમાં સિલ્વર મેડલ જીત્યો હતો. વર્ષોથી ભાવનાએ ઘણી ટુર્નામેન્ટમાં ભાગ લીધોછે અને ભારત માટે 5 ગોલ્ડ મેડલ, 13 સિલ્વર મેડલ જીત્યા છે.












Click it and Unblock the Notifications
