Tokyo Paralympics: સુમિત એન્ટિલે વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો!
પેરાલિમ્પિક ગેમ્સનો છઠ્ઠો દિવસ ભારતીય ખેલાડીઓના નામે રહ્યો. સૌથી પહેલા અવની લેખરાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ પછી યોગેશે ડિસ્ક થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો.
પેરાલિમ્પિક ગેમ્સનો છઠ્ઠો દિવસ ભારતીય ખેલાડીઓના નામે રહ્યો. સૌથી પહેલા અવની લેખરાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ પછી યોગેશે ડિસ્ક થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો. ભારતે જેવેલિન થ્રોમાં પણ કમાલ કરી હતી, આમાં દેવેન્દ્ર ઝાઝરીયાએ સિલ્વર અને સુંદરે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. હવે સુમિત એન્ટિલે ગોલ્ડ મેડલ જીતી ભારત માટે ઇતિહાસ રચ્યો છે, સુમિતે 68.55 મીટરના થ્રો સાથે વિશ્વ વિક્રમ નોંધાવી ભારતને પેરાલિમ્પિક્સ ગેમ્સમાં બીજો ગોલ્ડ અપાવ્યો છે.

ભારતની અવની લેખરા અને સુમિત એન્ટિલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ઈતિહાસ સર્જ્યો છે. અવનીએ શૂટિંગમાં મહિલાઓની 10 મીટર એર ઇવેન્ટ SH-1 માં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે સુમિતે બરછી ફેંક F-64 ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. આ પ્રથમ વખત છે જ્યારે ભારતે પેરાલિમ્પિક ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે.
આ પહેલા આગલા દિવસે ભારત માટે પેરાલિમ્પિક્સ ગેમ્સમાં પેરાએથલીટે એક દિવસમાં 3 મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ભારત માટે ભાવિના પટેલે સવારે સિલ્વર મેડલ સાથે તેની શરૂઆત કરી હતી, જ્યારે નિશાદ કુમારે પણ હાઇ જમ્પમાં દેશ માટે સિલ્વર મેડલ જીત્યો હતો. વિનોદ કુમારે ડિસ્ક થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીતીને દિવસ પૂરો કર્યો. પેરા ભાવિના પટેલ 29 ઓગસ્ટની સવારે પોતાની ઐતિહાસિક ગોલ્ડ મેડલ મેચ રમવા ઉતરી હતી, જ્યાં તે 0-3 થી હારી ગઈ હતી. જેમાં ગોલ્ડ મેડલ નંબર વન ખેલાડી ઝોઉ યિંગને મળ્યો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
