Video : ખૂબસૂરત પાકિસ્તાની અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે બાબર આઝમ, જાણો કોણ છે હાનિયા આમિર?
વર્લ્ડ કપમાં કંઈ ખાસ કમાલ ન કરી શકનારી પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમને કપ્તાનીથી હાથ ધોવા પડ્યા છે. જો કે કપ્તાની ભલે ગઈ પરંતુ તેનું નામ આજકાલ એક ખૂબસૂરત અભિનેત્રી સાથે જોડાયુ છે.
બાબર આઝમ વર્લ્ડ કપમાં નબળા પ્રદર્શનને કારણે નિશાને છે તો બીજી તરફ તે અંગત કારણોસર પણ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે પાકિસ્તાનનો સ્ટાર ક્રિકેટર બાબર આઝમ હાલ પાકિસ્તાનીઅભિનેત્રી હાનિયા આમિરને ડેટ કરી રહ્યો છે.

જો કે આ મામલે બંને તરફથી સ્પષ્ટ કંઈ કહેવામાં આવ્યું નથી પરંતુ પાકિસ્તાની મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે બાબર અને હાનિયા બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
બાબર-હાનિયાનો વીડિયો વાયરલ થયો છે.
થોડા સમય પહેલા બંનેએ એક સાર્વજનિક પ્લેટફોર્મ પર એકબીજાના દિલથી વખાણ કર્યા હતા અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જો કે એ પુરો વીડિયો ઓરિજિનલ નથી અને છેડછાડ કરવામાં આવી છે. આ વીડિયો આવ્યો ત્યારથી બંનેના અફેરની ચર્ચા શરૂ થઈ છે.
my fav ship ☹️💗 pic.twitter.com/hfZqFxtxpd
— Shayan 🇵🇰 (@StarBoyEditx) November 11, 2023
હાનિયા આમિરની ગણતરી પાકિસ્તાનની સૌથી સુંદર અભિનેત્રીઓમાં થાય છે. તે જબકી ના માલૂમ, અફરાદ 2 અને પરવાઝ જેવી ઘણી મોટી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. તેનો લુક અને સ્ટાઈલ ભારતીય અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા સાથે મેળ ખાય છે અને તેથી જ લોકો તેને પાકિસ્તાનની અનુષ્કા તરીકે પણ ઓળખે છે.












Click it and Unblock the Notifications
