Video : મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે જુનિયર સેહવાગ, વીડિયો વાયરલ

એક જમાનાનો વિસ્ફોટક બેટ્સમેન અને એક પુરી પેઢીનો ફેવરીટ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ હવે તેના દિકરા આર્યવીરને જલ્દી મેદાન પર ઉતારવા માટે તૈયારી કરી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વિરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીરના કેટલાક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં તેની બેટિંગ જોઈને લોકોને વિરેન્દ્ર સેહવાગની યાદ આવી રહી છે.

Aryaveer Sehwag

વિરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં તેની બેટિંગ જોઈને લોકો તેને ટીમ ઈન્ડિયાનો આગામી સેહવાગ કહી રહ્યા છે.

આ વીડિયોમાં બેટિંગ દરમિયાન સેહવાગના પુત્રનું શાનદાર ફૂટવર્ક દેખાઈ રહ્યું છે. તે તેના પગનો શાનદાર ઉપયોગ કરીને શોટ રમતા જોવા મળે છે. તેની બેટિંગ જોઈને તેનામાં સેહવાગની ઝલક જોવા મળે છે.

સેહવાગના પુત્રની બેટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તેના વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકોએ કમેન્ટમાં કહ્યું કે, દીકરો પણ પિતા જેવો જ હોય ​​છે. કેટલાક લોકોએ કહ્યું કે, શું તે 2027 વર્લ્ડ કપમાં ઓપનિંગ કરવા માટે તૈયાર છે?

એક યુઝર્સે કહ્યું કે, તે તેના પિતાની જેમ રમી રહ્યો છે, જેણે ઓછા ફૂટવર્ક અને વધુ સ્વિંગિંગ શોટનો ઉપયોગ કર્યો, પરંતુ તેના પિતાની જેમ પુત્રનું ટાઈમ ઉત્તમ છે. હવે તેને પ્લેઈંગ ઈલેવનમાં આવવા માટે દાદા જેવા કેપ્ટનની પણ જરૂર છે, જે સેહવાગની જેમ તેના પર વિશ્વાસ બતાવી શકે.

જણાવી દઈએ કે, વીરેન્દ્ર સેહવાગનું નામ કોઈ ભૂલી શકે તેમ નથી. તેમણે ભારતીય ક્રિકેટમાં આપેલા યોગદાનને કારણે ભારતીય ક્રિકેટને મોટો ફાયદો થયો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન છે અને બે વખત ત્રેવડી સદી ફટકારનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન છે.

સેહવાગે પોતાના સમયમાં બેટિંગની સ્ટાઈલ બદલી. જ્યારે તે બેટિંગ કરવા માટે મેદાન પર આવતો ત્યારે તેની સામે ઉભેલો બોલર મેચની પ્રથમ ઓવરનો પહેલો બોલ ફેંકતા ડરતા, કારણ કે સેહવાગ ઘણીવાર ચોગ્ગા કે છગ્ગાથી શરૂઆત કરતો. હવે સેહવાગ તેના પુત્રને તેના જેવો બનાવી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X