For Quick Alerts
For Daily Alerts

વિંદુએ મારી પલટી : મયપ્પનનો બચાવ કર્યો
નવી દિલ્હી, 28 મે : આઇપીએલ ફિક્સિંગમાં સટ્ટાબાજી પ્રકરણમાં આવી રહેલા નવા ખુલાસાઓની વચ્ચે વિંદુ દારાસિંગે બીસીસીઆઇના ચીફ એન શ્રીનિવાસનના જમાઇ ગુરુનાથ મયપ્પનની ભૂમિકાનો બચાવ કરવા માટે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું છે. બીજી તરફ શ્રીનિવાસનને જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લાનો ટેકો મળ્યો છે.
વિંદુ દારસિંહે મયપ્પનની ભૂમિકા પર પલટી ખાતા જણાવ્યું છે કે ફિક્સિંગ પ્રકરણમાં મયપ્પનની કોઇ ભૂમિકા નથી. તો ફારુખ અબ્દુલ્લાએ જણાવ્યું છે કે શ્રીનિવાસનને રાજીનામુ આપવાની કોઇ જરૂર નથી. વાસ્તવમાં મંગળવારે કોર્ટમાં લઇ જતા સમયે વિંદૂને ફિક્સિંગ પ્રકરણમાં મયપ્પનની ભૂમિકા અંગે પૂછવામાં આવ્યું હતું ત્યારે વિંદૂએ તેમની કોઇ ભૂમિકા નહીં હોવાનું જણાવ્યું હતું.
વિંદુ દારાસિંગનું નિવેદન એટલા માટે શંકાસ્પદ છે કેમ કે આ ફિક્સિંગ વિવાદમાં મયપ્પનની ભૂમિકાનો ખુલાસો બોલિવુડ અભિનેતાની કોલ ડિટેઇલ્સમાંથી થયો હતો. બંનેની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે મયપ્પન વિંદુ દારાસિંગ મારફતે આઇપીએલ મેચોમાં સટ્ટો રમતો હતો. મયપ્પને 9 મેચમાં સટ્ટો લગાવ્યો હતો. જેમાં તેને 1 કરોડની ખોટ પણ ગઇ હતી. આઇપીએલની 9માંથી 4 મેચમાં તેને ફાયદો અને 5માં નુકસાન થયું હતું.
Comments
ipl ipl fixing vindue darasing maiyappan bcci chief srinivasan આઇપીએલ આઇપીએલ ફિક્સિંગ વિન્દુ દારાસિંગ મૈયપ્પન બીસીસીઆઇ ચીફ શ્રીનિવાસન cricket
English summary
Vindue changed statement : defended Meiyappan
Story first published: Tuesday, May 28, 2013, 17:35 [IST]