વિનેશ ફોગાટે ભારત પહોંચી કહી આ વાત, સાક્ષી મલિકે કેન્દ્ર સરકાર અંગે કર્યો મોટો ખુલાસો
Vinesh Phogat: પેરિસ ઓલિમ્પિકમાં મહિલા કુશ્તીની ફાઇનલમાં પહોંચેલી વિનેશ ફોગાટ આજે ભારત પરત ફરી છે. ઘરે પરત ફર્યા બાદ વિનેશ ભાવુક થઈ ગઈ હતી, અને કંઈ બોલી શકતી ન હતી. જોકે, બાદમાં તેમણે મીડિયાને દેશવાસીઓ માટે સંદેશો આપ્યો હતો.
મહિલા કુશ્તીબાઝ વિનેશ ફોગાટ મીડિયાના સવાલોનો એક જ જવાબ આપ્યો - તમામ દેશવાસીઓનો મારો આભાર. હું ખૂબ નસીબદાર છું. ઘણો આભાર. ભીડથી ઘેરાયેલી વિનેશને ખુલ્લી કારમાં લઈ જવામાં આવી હતી.
એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોએ ભારત કી શેરની જેવા નારા લગાવ્યા હતા.
વિનેશ ફોગટની સાથે બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ એરપોર્ટ પર હાજર હતા. સાક્ષી મલિકે જણાવ્યું હતું કે, વિનેશ ફોગાટને પુરું સન્માન આપવું જોઈએ.
આ સિવાય તેમણે કેન્દ્ર સરકાર માટે જણાવ્યું કે, કેન્દ્ર સરકારને વિનેશના મેડલ માટે સંપૂર્ણ સમર્થન મળ્યું છે.

બજરંગ અને સાક્ષીને ગળે લગાવ્યા બાદ વિનેશ ખૂબ જ ભાવુક થઈ ગઈ અને રડવા લાગી. જોકે, બંનેએ વિનેશને સંભાળ્યો અને બાદમાં ભીડ જોઈને વિનેશ પણ ખુશ થઈ ગઈ.
તેમણે જોયું કે, કેવી રીતે લોકો તેમના બધા કામ છોડીને અહીં તેમનું સ્વાગત કરવા આવ્યા હતા.
નોંધનીય છે કે, પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ 50 કિલો વજનની ફાઇનલમાં પહોંચી હતી, અને વજન સમયે 100 ગ્રામ વધુ હોવાને કારણે તેને ફાઇનલ મેચ માટે લાયક ગણવામાં આવી ન હતી.
જે કારણે તેને ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવી હતી. આ પછી ભારતે રમતગમતની આર્બિટ્રેશન કોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું અને તેને સિલ્વર મેડલ માટે લાયક ગણવામાં આવી ન હતી.












Click it and Unblock the Notifications
