Vinesh Phogat : ભારત પહોંચતા જ વિનેશ ફોગાટનું ગોલ્ડ મેડલ આપી ભવ્ય સ્વાગત કરાશે
Vinesh Phogat : પેરિસ ઓલિમ્પિકમાં 50 KG રેસલિંગની ફાઈનલ પહેલા માત્ર 100 ગ્રામ વજનને કારણે બહાર થયેલી વિનેશ ફોગાટનું ભારતમાં શાનદાર સ્વાગત કરવામાં આવશે.
હરિયાણાની ખાપ પંચાયતોએ વિનેશ ફોગટને લઈને મોટો નિર્ણય લીધો છે. વિનેશ ફોગાટના પરત ફર્યા બાદ ભવ્ય સ્વાગત સમારોહ યોજાશે. આ ઉપરાંત તેને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવશે.

સર્વ ખાપ દ્વારા વિનેશ ફોગટને લઈને એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયતમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિનેશ ફોગાટ પરત ફરશે ત્યારે લોકો તેમનું સ્વાગત કરશે અને સર્વ ખાપ વતી એક સમારોહમાં ગોલ્ડ મેડલ આપવામાં આવશે.
જણાવી દઈએ કે, વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર શરૂઆત કરી હતી. વિનેશ ફોગાટે તેની પહેલી જ મેચમાં ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ગત ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર રેસલરને હરાવી હતી. આ પછી વિનેશે ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલમાં પણ જોરદાર જીત નોંધાવી હતી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
વિનેશ ફોગાટના પ્રદર્શનને જોતા તેને ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી. જો કે, ફાઈનલના દિવસે તે વધારે વજનના કારણે અયોગ્ય જાહેર થઈ હતી. વિનેશ 50 કિલોગ્રામ મહિલા સ્પર્ધામાં ગોલ્ડ જીતશે તે નિશ્ચિત માનવામાં આવતું હતું.
વિવાદ બાદ વિનેશ ફોગાટે અયોગ્યતાના નિર્ણયનો વિરોધ કરતા સિલ્વર મેડલની માંગ સાથે CASમાં અપીલ કરી છે. આ મામલે ગમે ત્યારે નિર્ણય આવી શકે છે.
CASએ વિનેશને ત્રણ પ્રશ્નોના જવાબ આપવા કહ્યું છે. વિનેશ ઈમેલ પર જવાબ આપશે ત્યારબાદ CAS પોતાનો નિર્ણય આપશે.
જણાવી દઈએ કે, પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે કુલ 6 મેડલ જીત્યા છે. જેમાં 5 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ છે. જો વિનેશને સિલ્વર મેડલ મળે તો ભારત પાસે પેરિસ ઓલિમ્પિકમાં કુલ સાત મેડલ થઈ જશે.












Click it and Unblock the Notifications
