વિનોદ કાંબલીને હાર્ટએટેક, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
મુંબઇ, 29 નવેમ્બર: પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીને હાર્ટએટેક આવ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. તેમને આઇસીયૂમાં ભરતી કરાવવામાં આવ્યા છે.
વર્ષ 2012માં વિનોદ કાંબલીની બે રક્તવાહિનીઓની એંલિયોપ્લાસ્ટી કરાવવામાં આવી હતી. 18 જાન્યુઆરીના રોજ 42 વર્ષના થનાર વિનોદ કાંબલીએ ભારત તરફથી 17 ટેસ્ટ અને 104 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

પોતાની બેસ્ટિંગના કારણે ચર્ચમાં રહેલા વિનોદ કાંબલી ક્રિકેટથી અલગ થયા બાદ ટીવી શોમાં જોવા મળ્યા હતા. વિનોદ કાંબલી સ્કૂલમાં ક્રિકેટ દરમિયાન સચિન તેંડુલકરની સાથે 664 રનોના વર્લ્ડ રેકોર્ડ ભાગેદારી માટે જાણીતા છે. તાજેતરમાં જ સચિનની નિવૃતિ બાદ વિનોદ કાંબલીએ કહ્યું હતું કે તેમને એ વાતનું દુખ છે કે સચિન તેંડુલકરે વિદાય સમારંભમાં તેમને આમંત્રણ ન આપ્યું.












Click it and Unblock the Notifications
