For Quick Alerts
For Daily Alerts
વિરાટ કોહલીને કપ્તાની સોંપવાની ઉતાવળ ના કરો: અકરમ
નવી દિલ્હી, 11 ઓક્ટોબર: પાકિસ્તાનના પૂર્વ કપ્તાન વસીમ અકરમે કહ્યું હતું કે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીને ભારતની કપ્તાની સોંપવાની ઉતાવળ ના કરવી જોઇએ. અકરમે જણાવ્યું કે મહેન્દ્રસિંહ ધોનીને ત્રણેય ફોર્મેટમાં કપ્તાનીના બોજથી મુક્ત કરવો જોઇએ.
અકરમે જણાવ્યું કે જ્યા સુધી સ્મોલ ફોર્મેટની વાત છે તો તેના માટે વિરાટ કોહલીને સૂકાનપદ સોંપવા માટે હજી રાહ જોવી જોઇએ. તે હાલમાં શાનદાર ફોર્મમાં છે અને તે છેલ્લા 18 મહીનાથી ભારત માટે શાનદાર ખેલી રહ્યો છે.
અકરમે જણાવ્યું કે કોહલીને તેના રમતનો ભરપૂર આનંદ ઉઠાવા દેવો જોઇએ. તેની પર ટીમની પસંદગી અને અન્ય બાબતોનું દબાણ ના નાખવું જોઇએ. જ્યારે ધોની અંગે તેમણે જણાવ્યું કે તેમને અન્ય ફોર્મેટમાં આરામ આપવાથી તે તેની રમતમાં ફોકસ કરવામાં મદદ મળશે.
તેમણે જણાવ્યું કે ટી-20 વર્લ્ડકપમાં ભારત સેમિફાઇનલમાં નહીં પહુંચવા પર ધોનીની કપ્તાની પર ઉઠેલા સવાલોથી હું હેરાન નથી. ધોનીએ એક સૂકાન તરીકે યોગ્ય નિર્ણય લેવો જોઇએ. કારણ કે ત્રણેય ફોર્મેટની કપ્તાનીનું તેની પર દબાણ છે.