વિરાટ કોહલી 150 મિલિયન ફોલોઅર્સ ધરાવનાર પ્રથમ એશિયન ખેલાડી બન્યો!
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી મેદાનમાં ઇતિહાસ રચવા અને રેકોર્ડની ધમાલ મચાવવા માટે પ્રખ્યાત છે, પરંતુ હવે આ ખેલાડી મેદાનની બહાર પણ રેકોર્ડની ધૂમ મચાવી રહ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી મેદાનમાં ઇતિહાસ રચવા અને રેકોર્ડની ધમાલ મચાવવા માટે પ્રખ્યાત છે, પરંતુ હવે આ ખેલાડી મેદાનની બહાર પણ રેકોર્ડની ધૂમ મચાવી રહ્યો છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 150 મિલિયન ફોલોઅર્સ પૂરા કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે અને ઇન્સ્ટાગ્રામ પર 150 મિલિયન ફોલોઅર્સ ધરાવતા પ્રથમ એશિયન બન્યો છે. બીજી બાજુ જો આપણે રમત જગતના સૌથી પ્રખ્યાત ખેલાડીઓની વાત કરીએ તો કોહલીનો નંબર આ યાદીમાં ચોથા નંબરે આવે છે.

સૌથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતા ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી આગળ ત્રણેય ખેલાડીઓ ફૂટબોલર છે અને તે સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતો ક્રિકેટર બની ગયો છે. ફૂટબોલના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (337 મિલિયન) પ્રથમ નંબરે છે, જ્યારે લિયોનેલ મેસ્સી (260 મિલિયન) બીજા નંબરે છે. આ યાદીમાં નેમાર (160) નું નામ પણ સામેલ છે, જે વિરાટ કોહલીથી માત્ર 10 મિલિયન ફોલોઅર્સ આગળ છે.
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનારી હસ્તીઓની યાદીમાં ટોચ પર છે, જેને આ વર્ષે માર્ચમાં 100 મિલિયન ફોલોઅર્સનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. રિપોર્ટ અનુસાર, સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતો આ ખેલાડી ઇન્સ્ટાગ્રામ પર દરેક પ્રાયોજિત પોસ્ટ માટે 5 કરોડ રૂપિયા કમાય છે.
નોંધનીય છે કે BCCI તરફથી A+ કોન્ટ્રાક્ટ મેળવનાર આ ખેલાડીને ભારતીય ટીમની કેપ્ટનશિપ માટે વાર્ષિક 7 કરોડનો પગાર મળે છે. આ સિવાય તેને આઇપીએલમાં તેની ફ્રેન્ચાઇઝી આરસીબી દ્વારા વાર્ષિક 17 કરોડ રૂપિયા આપવામાં આવે છે. બીજી તરફ કોહલી જાહેરાત અને વ્યાપારી જાહેરાતના શૂટિંગ માટે દરરોજ આશરે 1 મિલિયન યુએસ ડોલર ચાર્જ કરે છે, જે તેને વિશ્વના સૌથી ધનિક ખેલાડીઓની સૂચિમાં સામેલ કરે છે.
રમતગમત ઉપરાંત, પોતાની ફિટનેસ માટે જાણીતા આ ખેલાડીનું પોતાનું જિમ ચેઇન અને ફિટનેસ સેન્ટર છે. જેનું નામ છે ચિઝેલ ફિટનેસ. તે ઇન્ડિયન સુપર લીગ ફ્રેન્ચાઇઝી એફસી ગોવા, આઇટીપીએલમાં યુએઇ રોયલ્સ અને પ્રો રેસલિંગ લીગ ફ્રેન્ચાઇઝ બેંગલુરુ યોદ્ધાનો સહ-માલિક પણ છે. વિરાટ કોહલીએ તાજેતરમાં સ્ટેપથલોન કિડ્સમાં પણ હિસ્સો લીધો છે, જે 8-12 વર્ષના બાળકોમાં શારીરિક પ્રવૃત્તિ વધારવા માટે કામ કરતું ઓનલાઇન ગ્રુપ છે.
કોહલી લંડન સ્થિત ટેક સ્ટાર્ટ અપ સ્પોર્ટ કોન્વોના માલિક પણ છે, જેને પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી ગેરેથ બેલનું સમર્થન છે. આ પ્લેટફોર્મ દ્વારા સ્પોર્ટસ પ્રેમીઓ એકબીજા સાથે સ્પોર્ટ્સ વિશે વાત કરી શકે છે. આ સાથે, કોહલીએ હોંગકોંગ સ્થિત ઇલેક્ટ્રોનિક કંપની જીવા સાથે તેની વ્યક્તિગત ઓડિયો બ્રાન્ડ મ્યૂવિ એકોસ્ટિક પણ લોન્ચ કરી છે. આ સિવાય કોહલીએ પમા અને વન 8 જેવી અગ્રણી બ્રાન્ડ્સ સાથે ભાગીદારી પણ કરી છે, જે ઉત્પાદનોની વિશાળ શ્રેણી પૂરી પાડે છે.
આ ઉપરાત કોહલી વર્ષ 2014 માં ફેશન બિઝનેસમાં જોડાયો અને પોતાની બ્રાન્ડ "Wrogn" લોન્ચ કરી, તેની સાથે તેણે પોતાની સત્તાવાર એપ પણ લોન્ચ કરી છે. જેનો ઉપયોગ વિરાટ કોહલીની બ્રાન્ડ પર આધારિત વસ્તુઓ માટે થાય છે અને તે સંબંધિત માહિતી આપે છે.












Click it and Unblock the Notifications
