For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કપ્તાની છોડવા મુદ્દે વિરાટ કોહલીએ આખરે ચુપ્પી તોડી!

વિરાટ કોહલીએ તાજેતરમાં જ ભારતીય ટી20 ટીમ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

વિરાટ કોહલીએ તાજેતરમાં જ ભારતીય ટી20 ટીમ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો હતો. કોહલીએ કહ્યું હતું કે તે ટી20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની કેપ્ટનશીપ છોડી દેશે અને આઈપીએલની આ સીઝન બાદ બેંગલુરુની કેપ્ટનશીપ છોડી દેશે. કોહલીના આ નિર્ણયથી તેના ચાહકો ઘણો નિરાશ થયા હતા.

Virat Kohli

કોહલીએ આખરે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે આ નિર્ણય પાછળનું સૌથી મોટું કારણ વર્કલોડ મેનેજમેન્ટ છે. ભારતીય કેપ્ટને સ્ટાર સ્પોર્ટ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે 120 ટકા જુસ્સા સાથે કોઈ પણ કામ કરવા માંગે છે.

કોહલીએ કહ્યું કે, કામનું ભારણ મુખ્ય કારણ હતું. હું મારી જવાબદારીઓ પ્રત્યે અપ્રમાણિક બનવા માંગતો નથી. જો હું કોઈ કામને 120 ટકા ન આપી શકું તો હું તેમને પકડી રાખતો નથી. હું કોઈ વસ્તુ સાથે એ રીતે જોડાયેલો નથી અને તે મારા મનમાં હંમેશા સ્પષ્ટ રહ્યું છે.

કોહલીએ 2013 આઈપીએલ સિઝનમાં બેંગ્લોરની કેપ્ટનશીપ સંભાળી હતી. તેના પહેલા ડેનિયલ વિટ્ટોરી આ ભૂમિકા ભજવી રહ્યો હતો.આ દરમિયાન બેંગ્લોરની ટીમ ચાર વખત પ્લેઓફમાં પહોંચી છે અને વર્ષ 2016 માં તે ફાઇનલમાં પહોંચી હતી. કોહલીએ સ્પષ્ટ કરી દીધું છે કે તે આ સીઝન બાદ બેંગલુરુની કેપ્ટનશીપ છોડી દેશે. આ દરમિયાન કોહલી પોતાની ટીમ માટે ખિતાબનો દુકાળ સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે અને પ્રથમ વખત ચેમ્પિયન બનવા મૈદાનમાં ઉતરશે.

જો કે કોહલી આગામી વર્ષથી બેંગ્લોરનો કેપ્ટન નહીં હોય પરંતુ તેણે સ્પષ્ટ કરી દીધું છે કે તે છેલ્લી મેચ સુધી આરસીબી તરફથી રમવાનું પસંદ કરશે. એવું લાગે છે કે ટીમ 2022 માં યોજાનારી મેગા-હરાજીમાં કોહલીને જાળવી રાખશે.

English summary
Virat Kohli finally breaks silence on captain's resignation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X