For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેસ્ટ રેન્કિંગમાં કરિયરના શ્રેષ્ઠ સ્થાને પહોંચ્યા કોહલી

|
Google Oneindia Gujarati News

દુબઇ, 24 ડિસેમ્બર: દક્ષિણ આફ્રીકા અને ભારતની વચ્ચે બરાબરી પર ખતમ થયેલી રોમાંચક ટેસ્ટ મેચની બંને પારીઓમાં 119 અને 96 રનોની પારી રમીને શાનદાર પ્રદર્શન કરનાર વિરાટ કોહલી આઇસીસીની તાજી બેટિંગ રેન્કીંગમાં પોતાના કરિયરના સર્વોચ્ચ (11માં) રેન્કિંગ પર પહોંચી ગયા છે. બીજી બાજું, આ જ ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરીને સાત વિકેટ હાસલ કરનાર દક્ષિણ આફ્રીકાના બોલર બેરનોન ફિલેન્ડર ટેન્સ રેન્કિંગમાં શ્રેષ્ઠ સ્થાન પર પહોંચી ગયા છે. ફિલેન્ડરે આ એક મેચથી 13 પોઇન્ટ હાસલ કર્યા છે.

ફિલેન્ડર પહેલીવાર આઇસીસી બોલિંગની ટેસ્ટ રેન્કિંગમાં શ્રેષ્ઠ સ્થાન પર પહોંચ્યા છે. ફિલેન્ડરે હમવતન ડેલ સ્ટેનને હટાવીને શ્રેષ્ઠ સ્થાન પર કબ્જો જમાવી લીધો. શ્રેષ્ઠ ટેસ્ટ બોલિંગ બાદ ફિલેન્ડરે જણાવ્યું કે સર્વોચ્ચ ટેસ્ટ બોલર બનીને હું ખૂબ જ ખુશ છું. ડેલ સ્ટેન જેવા સિનિયર અને ધુરંધર બોલરની સાથે બોલિંગ કરવી મારા માટે ખૂબ જ સન્માનની વાત છે.

virat kohli
ભારતીય બેટ્સમેન કોહલીએ જોહાનિસબર્ગ ટેસ્ટમાં પોતાના પ્રદર્શનના કારણે ટેસ્ટ રેન્કિંગમાં 9 સ્થાનોની છલાંગ લગાવી છે. જોહાનિસબર્ગમાં સદી ફટકારનાર ત્રણ બેટ્સમેનોમાં જ્યાં અબ્રાહમ ડિવિલિયર્સ અને ચેતેશ્વર પુજારા ક્રમશ: શ્રેષ્ઠ અને સાતમાં સ્થાન પર યથાવત છે.

જોહાનિસબર્ગ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને જીતની ખૂબ જ નજીક પહોંચાડનાર ફાફ ડૂ પ્લેસિસે ચોથી પારીમાં લગાવેલી સદીના કારણે 16 સ્થાનોની છલાંગ લગાવી અને પોતાના કરિયરના સર્વોચ્ચ 28માં સ્થાન પર પહોંચી ગયા છે.

English summary
Kohli jumps to 11th spot in ICC Rankings for Test batsmen; Philander topples Steyn as top-ranked bowler.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X