વિરાટ-રોહિત-રૈના પર રહેશે દક્ષિણ આફ્રિકાની ચાંપતી નજર
મેલબર્ન, 20 ફેબ્રુઆરી: રવિવારે ભારત પોતાની બીજી મેચમાં દક્ષિણ આફ્રીકા સામે ટકરાશે. ચીર પ્રતિદ્વંદ્ધી પાકિસ્તાની ટીમને હરાવીને ભારતીય ટીમના ઉત્સાહમાં વધારો થયો છે. તો પણ સાઉથ આફ્રિકાની વિરુદ્ધ ધોનીની સેનાને ખૂબ જ સમજી-વિચારીને મેદાનમાં ઉતરવું પડશે. બોલીંગ અને બેટિંગ ઉપરાંત ફિલ્ડિંગ પણ આ મેચનો મજબૂત ભાગ છે, જેમાં સાઉથ આફ્રિકા માહેર છે.

નોંધીય છે કે દક્ષિણ આફ્રીકન ટીમ વિશ્વ કપમાં હંમેશા ભારત પર હાવી રહ્યું છે. તેણે 2011 વિશ્વકપમાં પણ ભારતને માત આપી હતી, પરંતુ ભારતે બાદમાં વિશ્વકપનો ખિતાબ જીત્યો હતો. સાઉથ આફ્રિકાને આ વખતે વિશ્વકપ માટેનું પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, હાલમાં વોટ્સએપ પર એક મેસેજ ફરતો થયો છે કે દક્ષિણ આફ્રિકા જ આ વખતે વિશ્વકપ વિજેતા બનશે.












Click it and Unblock the Notifications
