World Cup Final : ઓસ્ટ્રેલિયા સામે તોફાન બનીને મેદાનમાં ઉતરશે વિરાટ કોહલી, સુરેશ રૈનાની મોટી ભવિષ્યવાણી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સેમિફાઈનલ મેચને લઈને માહોલ ગરમાયો છે. ક્રિકેટ ફેન્સ સાથે સાથે સ્ટાર ક્રિકેટરો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે કોહલીને લઈને સુરેશ રૈનાએ મોટી ભનિષ્યવાણી કરી છે.
વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ફેન્સની નજર વિરાટ કોહલી પર છે ત્યારે પૂર્વ ભારતીય ખેલાડી સુરેશ રૈનાને પૂરી આશા છે કે કોહલી ફાઇનલમાં પોતાની 51મી સદી પૂરી કરશે.

સુરેશ રૈનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, વિરાટ કોહલી એક મોટો ખેલાડી છે અને તેણે મોટી મેચોમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેણે સેમિફાઇનલમાં તેની 50મી સદી ફટકારી અને આપણે તેને ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં તેની 51મી સદી ફટકારતા જોઈ શકીએ છીએ.
સુરેશ રૈનાએ કહ્યું કે, કોહલીને ઓસ્ટ્રેલિયન ટીમ સામે રમવાનું પસંદ છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 8 વનડે સદી ફટકારી છે. મને ખાતરી છે કે તે મેચમાં સારું પ્રદર્શન કરશે.
રૈનાએ મોહમ્મદ શમીના બોલિંગ પ્રદર્શન પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું કે, મોહમ્મદ શમી શાનદાર રહ્યો છે. તે સતત સ્ટમ્પને નિશાન બનાવી રહ્યો છે, જે રમી શકાય તેમ નથી. તેની પાસે સંપૂર્ણ સીમ પોઝીશન છે.
રૈનાએ કહ્યું કે, ડાબોડી બેટ્સમેન આવતાની સાથે જ શમી રાઉન્ડ ધ વિકેટ પરથી બોલિંગ કરે છે. શમીની સફળતાનો શ્રેય પણ રોહિત શર્માને જાય છે. તેણે પોતાના ઝડપી બોલરને આક્રમક ફિલ્ડ પ્લેસમેન્ટ આપ્યું છે.
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ કોહલીએ 48 મેચની 46 ઇનિંગ્સમાં 53.79ની એવરેજ અને 94.21ની સ્ટ્રાઇક રેટથી 2,313 રન બનાવ્યા છે. તેણે આઠ સદી અને 13 અડધી સદી ફટકારી છે, જેમાંથી 123 રન તેનો સર્વોચ્ચ સ્કોર છે.
ICC ODI વર્લ્ડ કપમાં વિરાટ કોહલીના શાનદાર ફોર્મને જોતા વિરાટ કોહલીની અવગણના કરવી મુશ્કેલ હશે. કોહલી સતત રન બનાવી રહ્યો છે, તેણે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 10 મેચમાં 711 રન બનાવ્યા છે.












Click it and Unblock the Notifications
