
શ્રેષ્ઠ પ્રદર્શન બદલ વિરાટ કોહલીને પોલી ઉમરીગર એવોર્ડ
વિરાટ કોહલી પહેલા આ એવોર્ડ સચિન, સેહવાગ, દ્રવિડ અને ગંભીરને એનાયત કરવામાં આવ્યો છે. એવોર્ડ દરમિયાન ખેલાડીને ટ્રોફી અને પાંચ લાખ રૂપિયા આપવામાં આવે છે.
વિરાટે 1 ઓક્ટોબર 2011થી 30 સપ્ટેમ્બર 2012 સુધી 26 વનડેમાં 1539 રન બનાવ્યા છે, જેમાં સાત સદી ફટકારી છે. આ ઉપરાંત 10 ટી20 મેચોમાં વિરાટે ચાર અડધી સદીની મદદથી 389 રન બનાવ્યા છે. આ દરમિયાન રમાયેલી સાત ટેસ્ટમાં કોહલીએ બે સદીની મદદથી 627 રન બનાવ્યા છે.
એવોર્ડ સમારોહમાં સચિન તેંડુલકરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી લગાવવા બદલ સન્માનિત કરવામાં આવશે, તેમજ વીવીએસ લક્ષ્મણને પણ ક્રિકેટમાં યોગદાન આપવા બદલ સન્માનિત કરવામાં આવશે. ભારતના મહાન ખેલાડી સુનીલ ગાવાસ્કરને કર્નલ સીકે નાયડૂ લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
બીસીસીઆઇએ અન્ય સાત ખેલાડીઓને મરણોપરાંત આ સમારોહમાં સન્માનિત કરી રહ્યું છે. જેમાં વિજય મર્ચન્ટ, વિજય માંજરેકર, દત્તૂ ફડકર, વીનૂ માંકડ, ગૂલામ અહમદ, એમએલ જયસિમ્હા અને દીલીપ સરદેસાઇ છે. આ ખેલાડીઓના પરિવારના સભ્યો આ સન્માન ગ્રહણ કરશે. તેમને ટ્રોફી અને 15 લાખ રૂપિયા એનાયત કરવામાં આવશે.