પૃથ્વી શો અને શુભમન ગિલથી વિરેન્દ્ર સેહવાગ ખફા, જાણો શું છે પુરો મામલો?
ક્યારેક ફિલ્ડ પર બોલરોમના છક્કા છોડાવનાર ભારતીય ક્રિકેટ વિરેન્દ્ર સેહવાગ તેના કિસ્સાઓ માટે પણ ફેમસ છે. વિરેન્દ્ર સેહવાગ ઘણી વખત વિવિધ ઈન્ટરવ્યૂમાં ક્રિકેટના કિસ્સા સંભળાવતો જોવા મળે છે. હવે આવો જ એક કિસ્સો કહેતા વિરેન્દ્ર સેહવાગ શુભમન ગિલ અને પૃથ્વી શો પર ગુસ્સે ભરાયો છે.
હવે વિરેન્દ્ર સેહવાગે પૃથ્વી શો અને શુભમન ગિલને લઈને કેટલાક ખુલાસા કર્યા છે. સેહવાગે કહ્યું કે, અનુભવી ખેલાડીઓને મળવું જોઈએ અને શીખવું જોઈએ. કોઈ અનુભવી વ્યક્તિ સામેથી તમારી પાસે નહીં આવે. સેહવાગે કહ્યું કે એકવાર હું એક જાહેરાતના શૂટિંગ માટે ગયો હતો ત્યારે પૃથ્વી શો અને ગિલ બંને ત્યાં હતા પરંતુ મળવા ન આવ્યા.

સેહવાગે કહ્યું કે, હું લગભગ છ કલાક ત્યાં રહ્યો પરંતુ આ બંને ખેલાડીઓ મળવા આવ્યા જ નહીં. સેહવાગે કહ્યું કે, જો તમારે અનુભવ જોઈએ તો તમારે આવવું પડે. પોતાના સમયની વાત સંભળાવતા સેહવાગે કહ્યું કે જ્યારે હું નવો હતો ત્યારે મેં સુનીલ ગાવસ્કરને મળવા યોજના બનાવી હતી.
સેહવાગે કહ્યું કે, મેં ટીમના કોચ જોન રાઈટને કહ્યું કે મારો પરિચય સની પાજી સાથે કરાવો, કોણ જાણે કે તે મને મળશે કે નહીં. આ પછી રાઈટે મને ડિનર માટે આમંત્રણ આપ્યું. હું અને આકાશ ચોપરા ત્યાં ગયા તો સુનીલ ગાવસ્કર પણ ત્યાં આવ્યા હતા. અમે તેમની સાથે ઘણી વાતો કરી. તમારે અનુભવી પાસે જવાનું હોય છે. કોઈ તમારી પાસે આવશે નહીં.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, સેહવાગે પંજાબ અને દિલ્હી વચ્ચે રમાયેલી IPL મેચને લઈને પણ મોટી ટિપ્પણી કરી હતી. તેમણે પંજાબના બેટ્સમેન અથર્વ તાયડેને રિડાયર્ડ આઉટ કરવાના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. તેણે કહ્યું કે બેટ્સમેનને ઈજાના બહાને રિટાયર્ડ હર્ટ કરવામાં આવે તો સારું હોત, જેથી તેને ફરીથી બેટિંગ કરવાની તક મળે. સેહવાગે કહ્યું કે તાયડે પહેલાથી જ રિટાયર્ડ હર્ટ થઈને પરત મોકલી શકાતો હતો.












Click it and Unblock the Notifications
