કેકેઆર સામેની મેચમાં નહીં રમી શકે સેહવાગ!

virendra_sehwag
કોલકતા, 2 એપ્રિલઃ ઇજાગ્રસ્ત ખેલાડીઓની લાંબી યાદીથી પરેશાન દિલ્હી ડેરડેવિલ્સને કોલકતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ આઇપીએલ છના પહેલા મુકાબલામાં વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગના રૂપમાં વધુ એક ઝટકો પહોંચી શકે છે. પીઠની ઇજાથી પરેશાન સહેવાગનું આઇપીએલ મેચમાં રમવાને લઇને હાલ શંકા યથાવત છે.

આ વચ્ચે ટીમના કોચ એરિક સાઇમન્સે ડેરડેવિલ્સ વિસ્ફોટક ઓપનર વગર પણ રમવા તૈયાર છે એમ કહીને એ સમાચારની અનઅધિકૃત પૃષ્ટિ કરી નાંખી છે કે સેહવાગ બુધવારે ઇડન ગાર્ડનમાં પહેલી મેચમાંથી બહાર થઇ શકે છે.

સાઇમન્સે કહ્યું કે, સેહવાગની પીઠમાં દુખાવો છે. અમને માલુમ નથી કે તે ક્યારે ટીમનો હિસ્સો બની શકશે. અમે તે અહીં પહોંચે તેના પછી જ કોઇ સ્થિતિ સ્પષ્ટ કરી શકીએ છીએ. નોંધનીય છે કે ડેરડેવિલ્સના ઇંગ્લિશ ખેલાડી કેવિન પીટરસન ઇજાના કારણે પહેલેથી જ આઇપીએલમાંથી બહાર છે, જ્યારે ન્યૂઝીલેન્ડના બેટ્સમેન જસ્સી રાઇડર પર થોડા દિવસ પહેલા થયેલા હુમલાના કારણે તે પણ આઇપીએલનો હિસ્સો નહીં બની શકે.

આ ઉપરાંત ગત સીઝનમાં પર્પલ કેપ ધારક મોર્ન મોર્કલ પણ ગેમમાં ટીમનો હિસ્સો નહીં હોય. સાયમન્સે કહ્યું કે દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલી સ્થાનીક ટી20 ટૂર્નામેન્ટમાં મોર્નની ટીમ સેમીફાઇનલ સુધી પહોંચી ગઇ છે અને જો ગત કાલે તે ફાઇનલમાં પહોંચી જશેતો તે સાત એપ્રીલ સુધી ભારત નહીં આવી શકે જેના કારણે તે આઇપીએલની કેટલીક મેચોમાં ટીમનો હિસ્સો નહીં હોય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X