વિરેન્દ્ર સહેવાગ ફિટ, કલકત્તા વિરૂદ્ધ રમશે

virendra-sehwag
જોહાનિસબર્ગ, 12 ઑક્ટોબર: ટી20 વર્લ્ડકપના સુપર 8 તબક્કામાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધના મેચમાં ઇજાગ્રસ્ત થયેલા વિરેન્દ્ર સહેવાગને ફિટ જાહેર કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધના મેચમાં સહેવાગને ઘૂંટણની માંસપેશીઓ ખેંચાઇ ગઇ હતી. જેના કારણે તેની ફિટનેસ પર શંકા વ્યક્ત કરવામાં આવતી હતી પરંતુ ડેયરડેવિલ્સના એક અધિકારના જણાવ્યા અનુસાર કર્ક રસેલે સહેવાગની ફિટનેસનો ટેસ્ટ કર્યો છે અને તે તેમાં પાસ થઇ ગયા છે.

સહેવાગે લીગની શરૂઆત પહેલાં સિડની સિક્સર્સ વિરૂદ્ધ એક અભ્યાસ મેચ રમી હતી પરંતુ તે શૂન્ય રન બનાવી આઉટ થઇ ગયા હતા. બિગ બૈશ ચેમ્પિયન સિડની સિક્સર્સ વિરૂદ્ધ દિલ્હી ડેયરડેવિલ્સ ફક્ત 107 રન બનાવી શકી હતી. આ મેચમાં દિલ્હીના એક અન્ય બેસ્ટમેન ડેવિડ વોર્નર રમ્યા ન હતા પરંતુ કેપ્ટન જયવર્ધને પણ આ મેચમાં ન હતો.

વિરેન્દ્ર સહેવાગ દિલ્હી ડેયરડેવિલ્સના નિયમિત ઓપનર રહ્યાં છે પરંતુ છેલ્લાં કેટલાક સમયથી તે ફોર્મમાં નથી. ટી20 વર્લ્ડકપમાં તેમનો સ્કોર મહત્તમ 29 રનનો હતો. તેમના ખરાબ પ્રદર્શનના કારણે તેમને ઇગ્લેંડ અને ઓસ્ટ્રેલિયાની મેચમાંથી બહાર કરવામાં આવ્યાં હતા.

દિલ્હી ડેયરડેવિલ્સ પોતાનો પ્રથમ મુકાબલો શનિવારે આઇપીએલ 5ની ચેમ્પિયન ટીમ કલકત્તા નાઇટરાઇડર્સ સામે રમશે. દિલ્હી ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપ્યા બાદ સહેવાગની સ્થાને જયવર્ધને કેપ્ટનશીપ કરશે ત્યારે કલકત્તા ટીમની કેપ્ટનશીપ ગૌતમ ગંભીર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X