આઇપીએલઃ વોટ્સન હશે રાજસ્થાન રોયલ્સનો સુકાની
મુંબઇ, 10 માર્ચઃ ઓલરાઉન્ડર ખેલાડી શેન વોટ્સન ઇન્ડિયન પ્રીમીયલ લીગ(આઇપીએલ)ની સાતમી શ્રેણી માટે રાજસ્થાન રોયલ્સ ટીમના સુકાની હશે. વોટ્સન આઇપીએલની શરૂઆતથી જ રાજસ્થાનની ટીમ સાથે છે.

દ્રવિડે સુકાની નિયુક્ત કરવામાં આવવા બદલ વોટ્સનને શુભેચ્છા પાઠવી છે. દ્રવિડે પોતાના સંદેશમાં કહ્યું છે કે, હું વોટ્સનને રાજસ્થાન ટીમનો સુકાની બનવા બદલ શુભેચ્છા પાઠવું છું. તે માત્ર વિશ્વનો શ્રેષ્ટ ઓલરાઉન્ડર જ નહીં પરંતુ એક કુશળ નેતૃત્વકર્તા પણ છે. વોટ્સન પહેલા સત્રથી ટીમની સાથે છે અને આ કારણે તે ટીમમાં દરેક ખેલાડીને સારી રીતે જાણે છે.
તેનાથી વોટ્સન અને રાજસ્થાનને ફાયદો થશે. વોટ્સને કહ્યું કે તે સુકાની બનીને ગૌરવ અનુભવી રહ્યો છે. આ એક શાનદાર ટીમ છે અને તેણે વોર્ન અને દ્રવિડના નેતૃત્વમાં શાનદાર વિકાસ કર્યો છે. હું આશા રાખું છું કે હું ટીમ પ્રબંધન અને પ્રશંસકોની આકાંક્ષાઓ પર ખરો ઉતરીશ.












Click it and Unblock the Notifications
