દક્ષિણ આફ્રીકાના ડિવીલિયર્સને નથી લાગતો અશ્વિનથી ડર
મેલબર્ન, 21 ફેબ્રુઆરી: દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ રવિવારે રમાનાર મેચમાં બે-બે હાથ કરવા માટે ટીમ ઇન્ડિયાએ સ્પિન બોલર આર અશ્વિનને મેદાન પર ઉતારશે. એવું એટલા માટે કારણ કે આફ્રીકન બેટ્સમેન ભારતીય સ્પિનરોને રમવામાં ખૂબ જ અસહજ લાગે છે. પરંતુ તેમ છતાં એબી ડિવીલિયર્સના ચહેરા પર જરા પણ ભય નથી દેખાતો. ડિવીલિયર્સે જણાવ્યું કે તેમને અશ્વિનથી જરા પણ ડર નથી લાગતો.

ડિવિલિયર્સે જણાવ્યું કે અમે ભારતીય ટીમને હળવાસમાં નથી લઇ રહ્યા. ટીમમાં ઘણા ખતરનાખ ખેલાડીઓ છે, જે ક્યારેય પણ મેચને ભારતના પક્ષમાં પલટવાની ક્ષમતા ધરાવે છે. તેમને પહેલી જીતની સાથે સારુ મેમેંટમ મળી ચૂક્યું છે, માટે અમારે સાવધાની પૂર્વક રમવાની જરૂર છે.












Click it and Unblock the Notifications
