For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દોષી ક્રિકેટરો પર લગાવીશું આજીવન પ્રતિબંધ : BCCI

|
Google Oneindia Gujarati News

spoit speing
નવી દિલ્હી, 19 મે : સ્પોટ ફિક્સિંગ મામલામાં રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓની કથિત સંડોવણી બાદ બીસીસીઆઇએ રવિવારે જણાવ્યું કે આખા મામલાની તપાસ થઇ રહી છે અને ખેલાડીઓ જો દોષી સાબિત થશે તો તેમની પર કડક કાર્યવાહી કરવામાં આવશે. શ્રીનીવાસને કહ્યું કે ક્રિકેટમાં ફિક્સિંગ સાખી લેવામાં આવશે નહીં.

એક પત્રકાર પરિષદને સંબોધતા બીસીસીઆઇના અધ્યક્ષ એન. શ્રીનીવાસને જણાવ્યું કે આઇપીએલ શરૂ થયા પહેલા બોર્ડે ફિક્સિંગ પ્રત્યે જાગૃત રહેવા માટે બધી જ ટીમોને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે બોર્ડ ખેલાડીયોની ગતિવિધિઓ પર નજર રાખશે.

બીસીસીઆઇએ બોર્ડના એન્ટી કરપ્શન શાખાના પ્રમુખ રવિ સવાનીએ મામલાનો રિપોર્ટ માંગ્યો છે. શ્રીનિવાસને કહ્યું છે કે બોર્ડ તપાસ પૂરી થવાની રાહ જોઇ રહ્યા છીએ. અને આરોપ સાબિત થતા જ ખેલાડીઓ પર સામે કડક કાર્યવાહી થશે.

શ્રીનિવાસને કહ્યુ કે તેઓ તપાસમાં દિલ્હી પોલીસ મદદ કરીશું. સાથે જ તેમણે બીસીસીઆઇ આરટીઆઇની હદમાં ના આવે. હવે દરેક ટીમની સાથે બીસીસીઆઇના એક અધિકારીને રાખવામાં આવશે. શ્રીનિવાસને કહ્યું કે ફિક્સિંગમાં પકડાઇ ગયેલા ત્રણ ખેલાડીઓ સામે જ જાણકારી છે.

એન્ટી કરપ્શન યુનિટ કરશે તપાસ

પોલીસ તપાસ ઉપરાંત બીસીસીઆઇ આખા મામલાની તપાસ કરશે. તપાસની જવાબદારી રવિ સયાનીને સોંપવામાં આવી છે. રવિ સયાની એન્ટિ કરપ્શન યુનિટના પ્રમુખ છે. એન્ટિ કરપ્શન યુનિટની તપાસ રિપોર્ટ બાદ કોંઇ કાર્યવાહી થશે. એન્ટિ કરપ્શન યુનિટના સટ્ટેબાજો પર લગામ લગાવવાને લઇને પોતાની તરફથી લાચારી જતાવી છે.

English summary
We are handicapped when it comes to controlling bookies, says BCCI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X