કોણ છે વર્લ્ડ કપ દરમિયાન ટીવી ડેબ્યૂ કરનારી ગ્રેસ હેડન? જાણો કેમ થઈ રહી છે ચર્ચા?
આઈપીએલ જેવી મોટી ટુનાર્મેન્ટમાં મિસ્ટ્રી ગર્લની ખુબ બોલબાલા રહે છે. આ યુવતીઓ કેમેરા સામે આવતા જ વાયરલ થઈ જાય છે. જો કે આજે આપણે એક યુવતીની વાત કરવાના છીએ, જે મિસ્ટ્રી ગર્લ નહીં પણ ટીવી એન્કર છે અને જાણીતા ક્રિકેટરની પુત્રી છે.
ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટક મેથ્યુ હેડનની પુત્રી ગ્રેસ હેડન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છનાયેલી છે. ગ્રેસ ભારતમાં યોજાનારા ICC ODI વર્લ્ડ કપ 2023 થી તેનું ટીવી ડેબ્યુ કરી રહી છે. ગ્રેસ હેડન સત્તાવાર પ્રસારણ ટીમમાં સામેલ છે.

ગ્રેસ હેડન આ પહેલા પણ આઈપીએલ દરમિયાન ભારત આવી હતી. તેણે ચેન્નાઈના કેટલાક બીચની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે આખરે મને સમજાયું કે મારા પિતા ભારતને આટલો પ્રેમ કેમ કરે છે.
તેણીએ તેના અનુભવ પછી કહ્યું કે, આ ખૂબ જ આનંદદાયક હતું, મારી પાસે શ્રેષ્ઠ સમય હતો અને હું સંપૂર્ણપણે સમજી શકું છું કે મારા પિતા શા માટે આ દેશને ખૂબ પ્રેમ કરે છે.
ગ્રેસ હેડન ઉપરાંત જતીન સપ્રુ, મયંતી લેંગર, તનય તિવારી, સુરેન એસ, નશપ્રીત કૌર, રૌનક કપૂર અને નેરોલી મીડોઝ આ મેગા ક્રિકેટ ઈવેન્ટ દરમિયાન હાજર રહેશે. સ્ટાર સ્પોર્ટ્સે કોમેન્ટેટર્સની એક પેનલની જાહેરાત કરી છે અને આ યાદીમાં ઘણા અનુભવી ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગન પણ કવરેજમાં જોડાશે. અન્ય વર્લ્ડ કપ વિજેતા શેન વોટસન, લિસા સ્થલેકર, રમીઝ રાજા, રવિ શાસ્ત્રી, એરોન ફિન્ચ, સુનીલ ગાવસ્કર અને મેથ્યુ હેડનનો ટેકો મળશે.
કોમેન્ટ્રી બોક્સમાં નાસેર હુસૈન, ઈયાન સ્મિથ અને ઈયાન બિશપનું પુનરાગમન જોવા મળશે, જેમણે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2019ની વર્લ્ડ કપ ફાઈનલને યાદગાર ગણાવી હતી.












Click it and Unblock the Notifications
