FIFA 2022 : બોલ્ડ અંદાજમાં ગ્રાઉન્ડ પર આવી કતરના અશ્લિલતા કાનૂનની ધજ્જીયા ઉડાડનારી ઈવાના નોલ કોણ છે?
આ વખતનો ફિફા વર્લ્ડકપ કતરમાં રમાઈ રહ્યો છે. તમામ ટીમો ટ્રોફી જીતવા માટે મેદાને છે ત્યારે ત્યાંથી સતત વિવાદો પણ સામે આવી રહ્યા છે. કતરે વર્લ્ડકપને લઈને જાહેરમાં કપડા પહેરવા બાબતે કેટલાક નિયમો અમલમાં મુક્યા છે.
આ વખતનો ફિફા વર્લ્ડકપ કતરમાં રમાઈ રહ્યો છે. તમામ ટીમો ટ્રોફી જીતવા માટે મેદાને છે ત્યારે ત્યાંથી સતત વિવાદો પણ સામે આવી રહ્યા છે. કતરે વર્લ્ડકપને લઈને જાહેરમાં કપડા પહેરવા બાબતે કેટલાક નિયમો અમલમાં મુક્યા છે. હવે એક મોડલે આ નિયમોની કદર કર્યા વગર સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તેના ફોટો સતત સોશિયલ મીડિય પર વાયરલ થઈ રહ્યા છે.


કોણ છે ઈવાના નોલ?
ઈવાના નોલ ક્રોએશિયાની મોડલ છે અને આજકાલ તેના હોટ અવતારને લઈને વાયરલ થઈ રહી છે. તેના પર આરોપ છે કે તેને કતરના કાયદાનું ઉલ્લઘન કર્યુ છે. તેના કપડાથી વિવાદોમાં આવનારી ઈવાના પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ છે.

કતરમાં ફિફા વર્લ્ડકપ
કતરમાં ફિફા વર્લ્ડકપની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે ત્યારે હવે આ વિવાદ સામે આવ્યો છે. ભૂતપૂર્વ મિસ ક્રોએશિયા ઇવાના નોલ પર કતરના કેટલાક નિયમો તોડવાનો આરોપ છે.

ઈવાના પર અશ્લિલતા ફેલાવવાનો આરોપ
ઈવાના હાલમાં જ ગ્રાઉન્ડમાં મેચ જોવા માટે પહોંચી હતી. અહીં તેના કપડાને લઈને વિવાદ થયો હતો. મેચ દરમિયાન કે શોર્ટ સ્કર્ટમાં મેદાનમાં પહોંચી હતી. નિયમો પ્રમાણે તેના પર ટુંકા કપડા પહેરવાનો આરોપ લાગ્યો છે.

વાંધાજનક ડ્રેસ પહેરીને મેચ જોવા પહોંચી હોવાનો આરોપ
હવે ઈવાના પર આરોપ લાગ્યો છે કે તે વાંધાજનક ડ્રેસ પહેરીને મેચ જોવા પહોંચી હતી. જેને લઈને તેની સામે કાર્યવાહી થઈ શકે છે. ઇવાના મોરોક્કો સામે ક્રોએશિયાની પ્રથમ મેચ માટે અલ-બાયત સ્ટેડિયમ પહોંચી હતી.

ઈવાના લાલ અને સફેદ પેટર્નના ડ્રેસમાં પહોંચી હતી
મેચ દરમિયાન ઈવાના પોતાના દેશના લાલ અને સફેદ પેટર્નના ડ્રેસમાં પહોંચી હતી. આ ડ્રેસ શોર્ટ હતો. જે કાયદા મુજબ ન હોવાથી તેની સામે કાર્યવાહીનું જોખમ છે. કતરના કાયદા મુજબ ઘુંટણથી ઉપરના કપડા જાહેરમાં પહેરવા પર પ્રતિબંધ છે.

નોલને સજા થઈ શકે
રિપોર્ટ અનુસાર, તે સતત બે મેચમાં પહોંચી હતી અને બંને મેચમાં તે વાંધાજનક ડ્રેસ પહેરીને પહોંચી હતી. આરોપ છે કે તે નિયમોની વિરુદ્ધ હતું અને તેમને સજાનો સામનો કરવો પડી શકે છે. આ મામલો કતાર સરકાર સુધી પણ પહોંચ્યો છે. નોલને અશ્લીલતા અને શિષ્ટાચારના કાયદાના ભંગ બદલ સજા થઈ શકે છે.

ફોટો વાયરલ થઈ રહ્યા છે
વિવાદો વચ્ચે ઈવાના નોલની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો અને વીડિયો પણ પોસ્ટ કર્યા છે. આ ફોટો અને વીડિયોમાં તે સ્ટેડિયમમાં જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેને સપોર્ટ કરતા જોવા મળે છે.

કતરે કપડાને લગતા નિયમો બનાવ્યા છે
અહીં તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપની શરૂઆતમાં કતર સરકારની ટુરિઝમ ઓથોરિટીએ કહ્યું હતું કે પુરૂષો અને મહિલાઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ જાહેરમાં ઉશ્કેરણીજનક કપડાં પહેરવાનું ટાળે અને સ્થાનિક સંસ્કૃતિનું સન્માન કરે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
