
ફીફા વિશ્વકપઃ શા માટે રોનાલ્ડો કરતા ચઢિયાતો છે મેસી?
રિયો ડી જનેરિયો, 3 જુલાઇઃ આંતરાષ્ટ્રીય ફૂટબોલ જગતમાં ચાર વખત બૈલન ડી ઓર જીતનારા અર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસી અને હાલના બૈલન ડી ઓર વિજેતા તથા પોર્ટુગલના કરિશ્માઇ તોફાની સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વચ્ચે વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીને લઇને ચર્ચા ચારેકોર ચાલી રહી છે. આ વખતે ઉક્ત બન્ને ખેલાડીમાંથી શ્રેષ્ઠ કોણની ચર્ચાને હવા આપી છે, ઇટલીની વિશ્વકપ વિજેતા ટીમના દિગ્ગજ ખેલાડી રહી ચૂકેલા એલેસાંદ્રો નેસ્તાએ.
આ પણ વાંચોઃ- ફીફા વિશ્વકપના ઇતિહાસમાં પહેલીવાર ઘટી આ ઘટના
એક વેબસાઇટના હવાલાથી નેસ્તાએ કહ્યું છેકે, આંતરરાષ્ટ્રીય સ્તર પર દરેક પ્રકારની પ્રતિયોગિતાઓમાં બન્ને ખેલાડીઓની કારકિર્દી પર નજર ફેરવવામાં આવે તો રોનાલ્ડો કરતા મેસી ઘણો આગળ અને ઉંચાઇઓ સ્પર્શે છે. નેસ્તાએ કહ્યું કે, તે એક મહાન ખેલાડી છે, સામાન્ય ખેલાડીઓથી એકદમ અલગ એક વિશેષ ખેલાડી. રોનાલ્ડો પણ મહાન ખેલાડી છે, પરંતુ મેસીની વાત જ કંઇક અલગ છે.
આ પણ વાંચોઃ- ચાલું મેચે આ શું કરી બેઠા ફીફાના દર્શકો?
મેસી કોઇપણ વિપક્ષી ટીમની રક્ષાપંક્તિના ખેલાડી માટે સૌથી પડકારજનક સ્ટ્રાઇકર છે. મેસી સતત 10 વખત હુમલો કરી શકે છે, તેમની સામે રમવું ખરેખર કપરું છે. બ્રાઝીલમાં ચાલી રહેલા ફીફા વિશ્વકપમાં અંતિમ 16ના આખરી મુકાબલામાં અર્જન્ટિનાએ સ્વિત્ઝરલેન્ડને 1-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. વધુ સમયમાં મેસી દ્વારા કરવામાં આવેલા શાનદાર પાસ પર એન્જલ ડી મારિયએ ગોલ ફટકારીને અર્જેન્ટિનાને જીત અપાવી હતી.

મેસી દરેક મેચમાં પ્લેયર ઓફ ધ મેચ
અર્જેન્ટિના ફીફા વિશ્વકપમાં અત્યારસુધી ચાર મેચો રમીને ક્વાર્ટર ફાઇનલ સુધીનો સફર નક્કી કર્યો, જેમાં મેસી તમામ મેચોમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો છે. ચાર મેચોમાં કુલ ચાર ગોલ ફટકારીને મેસી ગોલ્ડન બૂટની રેસમાં નેમાર અને મ્યૂલર સાથે બીજા સ્થાન પર છે.

મેસીમાં ગજબની ઉર્જા
નેસ્તાએ વધુમાં કહ્યું કે, એક જુલાઇએ એરેના કોરિંથિયંસમાં થયેલી આ મેચમાં અતિરિક્ત સમયમાં જ્યાં અર્જેન્ટિનાના બધા જ ખેલાડી થાકેલા લાગી રહ્યાં હતા, ત્યારે મેસીમાં ગજબની ઉર્જા હતી અને મેસી એ ઉર્જા સાથે રમી રહ્યો હતો, તેના જેવું કોઇ નથી.

રોનાલ્ડોએ ખેલમાં કર્યો પરિવર્તન
નેસ્તાએ રોનાલ્ડોના પણ વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, રોનાલ્ડોએ પોતાના ખેલમાં ઘણું પરિવર્તન કર્યું છે. તે ઘણું જ સમજી વિચારીને નવી નવી રણનીતિઓ બનાવનાર ખેલાડી છે. તે પોતાની ખુબીઓનો ઉપયોગ માત્ર સારા પ્રદર્શન માટે જ નહીં પરંતુ વધુ પ્રભાવી રીતે કરવા લાગ્યો છે.

શું મેસી એર્જેન્ટિનાને કપ અપાવશે?
મેસીને લઇને ચાલી રહેલી આ ચર્ચા અર્જેન્ટિના જ્યાં સુધી વિશ્વકપમાં રહેશે, ત્યાં સુધી ચાલશે અને હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છેકે શું મેસી 13 જુલાઇએ વિશ્વકપ ખિતાબ જીતીને અર્જેન્ટિના પરત ફરશે.