ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું અને વિવાદોમાં સપડાઇ ટેનિસ ખેલાડી!

જોકે એગ્નિએસ્કાએ એક મેગેઝિનના કવર પેજ માટે પોતાનું ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે. જેને લઇને પોલેન્ડવાસી એગ્નિએસ્કાથી ઘણા નારાજ થઇ ગયા છે. આ નારાજગની પગલે એગ્નિએસ્કાને કેથોલિક યૂથ મુવમેન્ટમાંથી પણ હટાવી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 24 વર્ષીય એગ્નિએસ્કાએ ઇએસપીએન મેગેઝિનના કવર માટે ફોટોશૂટ કરાવ્યું હતું. ત્યારબાદ રોમન કેથોલિક ગ્રુપ તેમનાથી સખત રોષે ભરાયો છે અને એગ્નિએસ્કાના આ કામને અનૈતિક ગણાવ્યું હતું.
એગ્નિએસ્કા આ કવર પેજમાં ટેનિસ બોલની સાથે સ્વિમિંગ પૂલના કિનારે કોઇ કપડા પહેર્યા વગર એક ખુરશીમાં બેઠી છે. એગ્નિએસ્કાના આ પગલાના કારણે ચોરતરફથી કરવામાં આવેલા તેના વિરોધના પગલે તે એક બાબત ચોક્કસ શીખી હશે કે હવે તે આવો ફોટોશૂટ નહીં તો નહીં જ કરાવે.












Click it and Unblock the Notifications
