• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઇંગ્લેન્ડમાં રૈનાને મદદરૂપ થશે સચિને આપેલી ટિપ્સ?

|

લંડન, 25 ઑગસ્ટઃ ભારતીય ટીમના વનડે સ્પેશિઅલિસ્ટ બેટ્સમેન સુરેશ રૈનાનું કહેવું છેકે, તેમની ટીમે ટેસ્ટ શ્રેણીમાં મળેલા પરાજયને ભૂલીને અહીં ઇંગ્લેન્ડ સામે શરૂ થઇ રહેલી વનડે શ્રેણીમાં પોતાની ક્ષમતા દર્શાવીને આ શ્રેણી પોતાના નામે કરવી પડશે.

રૈનાએ કહ્યું કે, તેમની ટીમ હાલના સમયે ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે અને હવે અમારા માટે જુસ્સો દર્શાવવાનો સમય છે. આ પ્રકારના કારમા પરાજય બાદ ક્યારેક આગળ વધવું મુશ્કેલ હોય છે, પરંતુ જ્યારે તમે આંતરરાષ્ટ્રીય સ્તર પર રમી રહ્યા હોવ તો તમારે એ માટે માર્ગ શોધવા માટે લડવું પડે છે.

રૈનાએ વધુમાં કહ્યું છેકે, નવા ખેલાડી ટીમમાં તાજગી લઇને આવશે, જેથી ટેસ્ટ માટે જે ખેલાડી અહીં હતા, તેમને પુનઃ સકારાત્મકતા હાંસલ કરવામાં મદદ મળશે. તે પોતાની ભૂલોમાંથી બોધપાઠ લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને અમે તેમા નવો જુસ્સો ઉમેરીશું. ભારતને ટેસ્ટ શ્રેણીમાં 1-3થી કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જેમાં અંતિમ બે ટેસ્ટમાં પરાજય માત્ર ત્રણ દિવસની અંદર મળી હતી. રૈનાએ કહ્યું કે, અમે હંમેશા શિબિરમાં સકારાત્મકતા અને ઉત્સાહ લાવવાનો પ્રયાસ કરીએ છીએ.

આ પણ વાંચોઃ- આઉટઓફ ફોર્મ કોહલી ‘ફોર્મ'માં, વોર્મ અપમાં ભારતનો વિજય

આ પણ વાંચોઃ- ઘરની નહીં આઇપીએલની ટીમો માટે રમશે વિદેશી ક્રિકેટર્સ

હું ખુશીનો માહોલ જાળવી રાખવા પ્રયાસ કરું છું

હું ખુશીનો માહોલ જાળવી રાખવા પ્રયાસ કરું છું

રૈનાએ કહ્યું કે, હું ટીમમાં હમેશા મેદાનની અંદર અને બહાર હંસી ખુશીનો માહોલ જાળવા રાખવાનો પ્રયાસ કરું છું. જ્યારે વિકેટ પડે છે તો હું બોલર અથવા ફિલ્ડર પાસે દોડીને જનારો પહેલો ખેલાડી હોવ છું. નાની-નાની વસ્તુઓ જેમ કે ફાઇન લેગ અથવા થર્ડ મેન પર બોલર પાસે જઇને દોડીને જવું અને તેનું સ્વેટર લઇને આવવું ટીમના માહોલને સારો બનાવી શકે છે.

આખી ટીમ ઉર્જાથી ભરાઇ જાય છે

આખી ટીમ ઉર્જાથી ભરાઇ જાય છે

આ બધી બાબતો ફેલાય તેવી હોય છે, કારણ કે જ્યારે એક ખેલાડી આવું કરવાની શરૂઆત કરે તો બીજા ખેલાડી પણ આવું કરવા લાગે છે અને તમને માલુમ પડે તે પહેલા આખી ટીમ ઉર્જા અને જુસ્સાથી ભરાય જાય છે. આ ઉર્જાને બનાવવામાં થોડોક સમય લગે છે, ક્યારેક ચાર ઓવર તો ક્યારેક 10 ઓવર. આવો માહોલ ઉભો કરવા માટે કોઇએ નેતૃત્વ કરવાનું હોય છે અને પ્રયાસો કરવાના હોય છે. દરેક વ્યક્તિ પોતાની બોલિંગ અને બેટિંગ અંગે વિચારતી હોય છે.

મેદાનમાં સકારાત્મક વાતાવરણ બને છે

મેદાનમાં સકારાત્મક વાતાવરણ બને છે

રૈનાએ કહ્યું કે, જો હું માત્ર મારી રમત પર ધ્યાન આપું અને ઉભો રહું તો દરેક ભાવનાઓમાં વહી જશે, પરંતુ હું કોઇને પાસે જઇને તેને શાબાશી આપીશ તો જ્યારે હું કંઇક સારું કરીશ તો એ પણ મને શાબાશી આપશે. તેનાથી મેદાનમાં એક સકારાત્મક વાતાવરણ ઉભુ થાય છે. જેનાથી તમે હળવું અનુભવો છો અને તમારી ચારેકોર ઉત્સાહ વધી જાય છે. આ બધી વસ્તુઓ મારા હાથમાં છે અને છેલ્લા 10 વર્ષથી હું એ કરતો આવ્યો છું.

સચિન પાસેથી રૈનાએ લીધી ટિપ્સ

સચિન પાસેથી રૈનાએ લીધી ટિપ્સ

રૈનાએ જણાવ્યું કે, મે સચિન પાસેથી ટિપ્સ લીધી છે. તેઓ ત્યાં બેડમિન્ટન રમવા માટે આવ્યા હતા અને અર્જુન(સચિન તેંડુલકરનો પુત્ર) ત્યાં નેટ પર પ્રેક્ટિસ કરી રહ્યો હતો. સચિન પાજી તેમને કેટલીક ટિપ્સ આપી રહ્યાં હતા. હું તેમની પાસે ગયો અને મે તેમને પૂછ્યું કે ઇંગ્લેન્ડમાં કઇ બાબતો પર ધ્યાન આપવું જોઇએ. મે તેની સાથે ઘણી વાતો કરી, ખાસ કરીને માનસિક પક્ષ અંગે. મે ત્યાં બીકેસી પર પ્રવીર આમરે સર પાસેથી પણ બેટિંગ ટિપ્સ લીધી હતી.

English summary
Claiming to have done his bit to infuse some positivity into the beleaguered Indian cricket team, ODI specialist Suresh Raina says the side will have to show character to get over the Test debacle and clinch the limited overs series starting here today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more