World Cup 2023 : હજુ પણ સેમિફાઈનલમાં પહોંચી શકે છે અફઘાનિસ્તાન, જાણો સમીકરણ
ઓસ્ટ્રેલિયા સામે જીતેલી બાજી ગુમાવ્યા બાદ અફઘાનિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યુ છે. જો કે હજુ પણ કેટલાક એવા સમીકરણો છે જે અફઘાનિસ્તાનને સેમિફાઈનલ સુધી પહોંચાડી શકે છે.

મેક્સવેલના તોફાનમાં અફઘાનિસ્તાન ખોવાયુ
એક સમયે લાગતુ હતું કે અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી જશે. જો કે તેની આ આશા પર ગ્લેન મેક્સવેલે પાણી ફેરવી દીધુ. ઈજાગ્રસ્ત હોવા છત્તા એકલા હાથે ઓસ્ટ્રેલિયાને જીતાડીને ટીમને સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરાવી દીધી.
ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની હાર-જીત પર આધાર
ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન અનુક્રમે શ્રીલંકા અને ઈંગ્લેન્ડ સામેની મેચ મેચ હારે તો અફઘાનિસ્તાન સેમિફાઈનલ માટે ક્વોલિફાય થઈ શકે છે. આ પછી પણ હશમતુલ્લાહ શાહિદીના નેતૃત્વમાં ટીમને નેટ રન રેટમાં મોટો સુધારો કરવો પડશે.
આવુ થયુ તો અફઘાનિસ્તાન સેમિફાઈનલમાં પહોંચશે
ન્યૂઝીલેન્ડ અથવા પાકિસ્તાન બંનેમાંથી એક અથવા બંને જીતવામાં સફળ થાય તો પણ અફઘાનિસ્તાને સેમિફાઇનલ માટે ક્વોલિફાય થવાના ચાન્સ છે. આના માટે નેટ રન રેટ સુધારવા મોટા માર્જિનથી જીતવું પડશે. અફઘાનિસ્તાનની ટીમનો આગામી મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે છે.
છેલ્લો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે
જો ઓસ્ટ્રેલિયા સામે જીત મળી હોત તો અફઘાનિસ્તાન માટે સૌથી વધુ ચાન્સ હતા. એક મેચમાં હાર અને હવે તેનો સામનો અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામે થશે. આફ્રિકા સામેની જીત અફઘાનિસ્તાનની આશાઓ જીવંત રાખશે. જો કે તેને અન્ય પરિણામો પર આઘાર રાખવો પડશે.












Click it and Unblock the Notifications
