World Cup 2023 : હાર્દિક પંડ્યા વર્લ્ડકપમાંથી બહાર થયો? જાણો શું કહ્યું બીસીસીઆઈએ?
બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયેલા હાર્દિક પંડ્યાને લઈને એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલોનું માનીએ તો આવનારી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં હાર્દિક પંડ્યા મેદાન પર નહીં ઉતરે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં હાર્દિક પંડ્યા મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને મેદાન છોડવું પડ્યું હતું. હવે હાર્દિક સારવાર લઈ રહ્યો છે.

હાર્દિક પંડ્યા 22 ઓક્ટોબરે ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામે રમાનાર આગામી મેચમાં નહીં રમે. તેને બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં લઈ જવાઈ રહ્યો છે અને ત્યાં ડૉક્ટર તેની સારવાર કરશે.
પંડ્યા લખનૌમાં ભારતીય ટીમ સાથે જોડાય તેવી આશા છે અને ટીમને આશા છે કે તે ઈંગ્લેન્ડ સામેની મેચ માટે ઉપલબ્ધ રહેશે.
BCCIના એક અધિકારીએ જણાવ્યુ કે, હાર્દિક પંડ્યા આગામી મેચમાં રમે તેવી શક્યતા નથી અને તે NCAમાં વધુ મૂલ્યાંકન અને કાઉન્સેલિંગમાંથી પસાર થશે. તે બેંગલુરુ જશે જ્યાં તેને NCAમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે.
મેડિકલ ટીમે તેના પગની ઘૂંટીના સ્કેન રિપોર્ટનું મૂલ્યાંકન કર્યું અને એવું લાગે છે કે ઈન્જેક્શન લીધા પછી તે ઠીક થઈ જશે.
હાર્દિપ પંડ્યાને મેચ પછી સ્કેન માટે પુણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ પછી તે મેદાન પર પાછો ફર્યો અને કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા સાથે ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો.












Click it and Unblock the Notifications
