World Cup 2023 : વર્લ્ડ કપનો ક્વોલિફાયર કાર્યક્રમ જાહેર, આ બે મોટી ટીમો પણ જોવા મળશે
આઈસીસીએ વર્લ્ડ કપ 2023 પહેલા ક્વોલિફાયર રાઉન્ડના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આ રાઉન્ડમાંથી બે ટીમો ભારતમાં યોજાવા જઈ રહેલા વલ્ડ કપમાં રમતી જોવા મળશે.
નાની ટીમો સિવાય શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ જેવી મોટી ટીમો પણ વર્લ્ડ કપમાં પ્રવેશ માટે ક્વોલિફાયર મેચ રમતી જોવા મળશે. છેલ્લા કેટલાક વર્ષોમાં વનડેમાં વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે.

બન્ને ટીમોને હવે ભારતમાં યોજાનારા ODI વર્લ્ડ કપ પહેલા અન્ય ટીમો સાથે ક્વોલિફાયર મેચ રમવાની છે. શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝને વર્લ્ડ કપમાં જગ્યા બનાવવા માટે બાકીની ટીમોને હરાવવી પડશે.
ભારતમાં આ વર્ષે ઓક્ટોબરમાં ODI વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. આ પહેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ક્વોલિફાયરની તમામ મેચ ઝિમ્બાબ્વેમાં 18 જૂનથી 9 જુલાઈ સુધી રમાશે. આ માટે ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. બે સ્થાનો માટે દસ ટીમો વચ્ચે લાંબી લડાઈ જોવા મળશે.
ટીમોને બે ગ્રુપમાં રાખવામાં આવી છે.
ગ્રુપ A : ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ, નેધરલેન્ડ, નેપાળ અને યુનાઈટેડ સ્ટેટ્સ. જૂથ
ગ્રુપ B : શ્રીલંકા, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, ઓમાન અને સંયુક્ત આરબ અમીરાત.












Click it and Unblock the Notifications
