World Cup 2023 : વર્લ્ડ કપમાં સૌથી મોટી ઈનિંગ રમવાનો રેકોર્ડ કોના નામે? જાણો ટોપ 5માં કેટલા ભારતીય?

વર્લ્ડ કપમાં એક પછી એક સદી આવી રહી છે ત્યારે સૌથી મોટા વ્યક્તિગત સ્કોર વિશે પણ વાત થઈ રહી છે. જણાવી દઈએ કે ટોપ 5 ખેલાડીઓમાં માત્ર એક જ ભારતીયનું નામ છે.

saurav ganguli

માર્ટિન ગુપ્ટિલ
ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ એ બે ખેલાડીઓમાં સામેલ છે જેને બેવડી સદી ફટકારી છે. ODI વર્લ્ડ કપના ઇતિહાસમાં આ સૌથી મોટી ઈનિંગ છે. તેણે 2015માં વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 237 રન ફટકાર્યા હતા.

ક્રિસ ગેલ
આ લિસ્ટમાં બીજા સ્થાને વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલનું નામ છે. ક્રિસ ગેલે વર્લ્ડ કપ 2015માં ઝિમ્બાબ્વે સામે 215 રનની ઇનિંગ રમી હતી. આ ટૂર્નામેન્ટમાં ગેલ અને ગુપ્ટિલ એકમાત્ર એવા ખેલાડી છે, જેમણે બેવડી સદી ફટકારી છે.

ગેરી ક્રિસ્ટન
દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી ગેરી ક્રિસ્ટનનું નામ ત્રીજા નંબર પર છે. તેણે 1996ના વર્લ્ડ કપમાં UAE સામે 188 રનની અણનમ ઇનિંગ રમી હતી.

સૌરવ ગાંગુલી
આ લિસ્ટમાં એકમાત્ર ભારતીય ખેલાડી સૌરવ ગાંગુલીનું નામ ચોથા સ્થાને છે. તેણે 1999ના વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે 183 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

વિવિયન રિચર્ડ્સ
વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ અને મહાન બેટ્સમેન સર વિવિયન રિચર્ડ્સનું નામ પાંચમા સ્થાને છે. તેણે 1987ના વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે 181 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X