World Cup Final : ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાનો પહેલા બોલિંગ કરવાનો નિર્ણય, જાણો બન્ને પ્લેઈંગ ઈલેવન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ધમારેદાર મુકાબલો શરૂ થઈ ગયો છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે ત્યારે રોહિત શર્મા ફરી એક વખત શરૂઆતી ઓવરોમાં ઓસ્ટ્રેલિયા માટે તોફાન બનવાની ઈચ્છા રાખશે. શુભમન ગીલ માટે આજે સ્ટાર બનવાનો મોકો છે.

માત્ર રોહિત અને ગિલ જ નહીં ભારતીય ટીમનો મીડલ ઓર્ડર પણ શાનદાર ફોર્મમાં છે. સૌથી વધુ રન સાથે વિરાટ કોહલી સૌથી ઉપર છે ત્યારે તેનું ધ્યાન વધુ એક સદી ફટકારવા પર હશે. આ પછી શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ ઓસ્ટ્રેલિયાની ઉમ્મીદો પર પાણી ફેરવવાનું કામ કરશે.
બેટિંગ બાદ બોલિંગમાં ભારતીય ટીમ ફરીથી એક વખત સપાટો બોલાવી ઓસ્ટ્રેલિયાને સસ્તામાં નીપટાવવાના ઈરાદા સાથે ઉતરશે. શરૂઆતમાં બુમરાહ અને મોહમ્મદ શિરાઝ બાદ મોહમ્મદ શમીનું તોફાન ઓસ્ટ્રેલિયાને લઈ ઉડશે. આ પછી વધેલુ કામ કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા પુરૂ કરશે.
આજે કોનું પલ્લુ ભારે?
આપણે ODI મેચોમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના હેડ-ટુ-હેડ રેકોર્ડ પર નજર કરીએ તો બંને ટીમો 150 વખત સામસામે આવી છે, જેમાંથી ઓસ્ટ્રેલિયા 83 મેચમાં વિજયી બન્યું છે, જ્યારે ભારત 37 વખત જીત્યું છે. 10 મેચમાં કોઈ પરિણામ આવ્યા નથી.
ભારતીય પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ
ઓસ્ટ્રેલિયા પ્લેઈંગ ઈવેલન
ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (wk), મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (c), એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ












Click it and Unblock the Notifications
