World Cup Final : આ ખેલાડીઓ નક્કી કરશે વર્લ્ડ કપ ફાઈનલનું રિઝલ્ટ, એકલા હાથે મેચ જીતાડવાની રાખે છે તાકાત
ભારતીય ટીમ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે 2003 નો બદલો લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ મુકાબલામાં જીતનો આધાર કેટલાક ખાસ ખેલાડીઓ પર છે.
ભારતીય ટીમ જે રીતે ફોર્મમાં છે તેને જોતા ઓસ્ટ્રેલિયન ટીમમાં ખૌફનો માહોલ હશે તે નિશ્ચિત છે. આ સ્થિતીમાં આપણે ભારતના કેટલાક ખેલાડીઓ વિશે વાત કરવાના છીએ. જે એકલા હાથે બાજી પલટી શકે છે.

રોહિત શર્મા
ભારતીય કેપ્ટન અને ઓપનર રોહિત શર્મા જે રીતે ફોર્મમાં છે તેને જોતા ભારતના જીતવાની સંભાવના ઘણી વધી જાય છે. એક તરફ શાનદાર કપ્તાની અને બીજી તરફ શરૂઆતમાં બેટથી ધમાલ ટીમને વિરોધીઓ પર હાવી થવામાં મોટી મદદ કરે છે. ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્મા 10 ઓવર ટકી ગયો તો પણ ઓસ્ટ્રેલિયા માટે મોટી મુશ્કેલી બની જશે.
રોહિત શર્માએ તેના શાનદાર ફોર્મ સાથે 10 મેચમાં 550 રન બનાવ્યા છે. તે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં પાંચમાં સ્થાને છે. તેને આ ઇનિંગમાં 1 સદી અને 3 અડધી સદી ફટકારી છે.
વિરાટ કોહલી
વિરાટ કોહલી તેના સુવર્ણ કાળમાં ક્રિકેટ રમી રહ્યો છે. સચિન તેંડુલકરનો સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડવા સાથે તેને આ ટુર્નામેન્ટની 10 મેચમાં 711 રન બનાવ્યા છે. આ 10 ઈનિંગમાં 3 સદી અને 5 અડધી સદી સામેલ છે.
તેના ફોર્મને જોતા વિરોધીઓમાં ખલબલી હશે તે નક્કી છે. વિરાટ કોહલીએ આ ટુર્નામેન્ટમાં 101.7 ની એવરેજથી રન બનાવ્યા છે.
મોહમ્મદ શમી
વર્લ્ડ કપમાં મોહમ્મદ શમી વિરોધીઓ માટે નાઈટ મિયર બનીને રહ્યો છે. ફાઈલન પહેલી રાતે ઓસ્ટ્રેલિયન મોહમ્મદ શમીથી કેવી રીતે બચવુ તે જ વિચારતા હશે. શરૂઆતની 4 મેચ બહાર રહ્યા બાદ શમીએ 6 મેચમાં 23 વિકેટ ઝડપી છે અને વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારો ખેલાડી બન્યો છે.
સમીએ આ વર્લ્ડ કપમાં સૌથી 3 વખત પાંચથી વધુ વિકેટ અને એક વખત 4 વિકેટ ઝડપી છે. શમીએ ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટ ઝડપીને સપાટો બોલાવ્યો હતો.
શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યરના બેટથી જે રીતે રન આવી રહ્યા છે તેને જોતા ભારતનો મિડલ ઓર્ડર સૌથી મજબુત મિડર ઓર્ડર મનાય છે. શરૂઆતમાં સારી શરૂઆત મળી તો શ્રેયસ અય્યર વિરોધીઓ માટે તોફાન બની શકે છે.
અય્યરે વર્લ્ડ કપની 10 મેચમાં 2 સદી સાથે 526 રન ફટકાર્યા છે. આમાં 3 અડધી સદી પણ સામેલ છે. શરૂઆતમાં રન ન બનાવી શકનારો અય્યર હવે ઓસ્ટ્રેલિયન માટે મિડલ ઓર્ડરમાં સૌથી મોટો ખતરો છે.
રવિન્દ્ર જાડેજા
ભારત માટે ઘણા મેચને એકલા હાથે જીતાડનારો રવિન્દ્ર જાડેજા તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે જાણીતો છે. બેટથી, બોલિંગથી અને ફિલ્ડીંગથી તે વિરોધીઓ પર ભારે પડતો આવ્યો છે. જાડેજાએ આ વર્લ્ડ કપમાં 16 વિકેટ લીધી છે. આમાં 1 વખત 5 વિકેટ પણ સામેલ છે.
જાડેજા જરૂર પડે ત્યારે બેટિંગથી ટીમને જીતાડી શકે છે. તે લોઅર ઓર્ડરમાં ટીમને સંભાળી શકે છે. તેને 10 મેચમાં 111 રન પણ બનાવ્યા છે.












Click it and Unblock the Notifications
