Video: Triple Hના મોઢે અમિતાભનો ડાયલોગ, ક્રેઝી થયા ફેન્સ

રેસલિંગની દુનિયાના સુપરસ્ટાર ટ્રિપલ એચ બોલ્યા અમિતાભનો ડાયલોગ

રેસલિંગની દુનિયાના સુપરસ્ટાર અને 14 વાર વર્લ્ડ ચેમ્પિયન બનેલ ટ્રિપલ એચ થોડા દિવસો પહેલા ભારત આવ્યા હતા. ટ્રિપલ એચ વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇન્મેન્ટ(WWE)ના સીઇઓ પણ છે અને ભારતમાં તેના પ્રમોશન અર્થે જ આવ્યા હતા. પ્રમોશન ઇવેન્ટમાં તેમણે બોલિવૂડના લોકપ્રિય એક્ટર અમિતાભ બચ્ચનનો ડાયલોગ પોતાના અંદાજમાં ફેન્સને સંભળાવ્યો હતો, જે સાંભળી ફેન્સ ક્રેઝી થઇ ગયા હતા. ટ્રિપલ એચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

triple h

એક ફેસબૂક ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્રિપલ એચ આ ડાયલોગ બોલ્યા હતા. એન્કરે તેમને હિંદીમાં એક ડાયલોગ બોલવાનું કહ્યું હતું, જેના જવાબમાં તેઓ અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ 'શહેનશાહ'નો ફેમસ ડાયલોગ બોલ્યા હતા. તેમણે કહ્યું હતું, 'રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હેં, નામ હે ટ્રિપલ એચ.' કહેવું પડે, ટ્રિપલ એચની પર્સનાલિટીને આ ડાયલોગ ખાસો સૂટ કરે છે. ટ્રિપલ એચનું સાચું નામ છે માઇકલ લેવેસ્ક અને તેઓ છેલ્લા 20 વર્ષથી રેસલિંગમાં સક્રિય છે.

અમિતાભ બચ્ચનનો ડાયલોગ બોલતા ટ્રિપલ એચનો આ વીડિયો જુઓ અહીં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X