Year Ender 2023 : આ વર્ષે ક્રિકેટના મેદાન પર ઉભરીને સામે આવ્યા આ ભારતીય ખેલાડીઓ
2023 નું વર્ષ ક્રિકેટની દુનિયા માટે પણ ખાસ રહ્યું છે. આ વર્ષે ક્રિકેટની દુનિયામાં વર્લ્ડ કપ સહિતની મોટી ઈવેન્ટ સાથે સાથે કેટલાક ખેલાડીઓ પણ છવાયા છે. આ વર્ષે ભારતને ઘણા ટેલેન્ટેડ ખેલાડીઓ મળ્યા છે.
2023માં ભારતના યુવા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી સૌના દિલ જીત્યા. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ જેઓ તેમની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે ત્યારે આ ખેલાડીએ મોટી ઉમ્મીદ જગાડી છે.

શુભમન ગિલ
2023 નું વર્ષ શુભમન ગિલ માટે શાનદાર રહ્યું છે. ગિલે આ વર્ષે 29 ODI મેચોમાં કુલ 1584 રન બનાવ્યા અને પાંચ સદી સાથે આઠ અડધી સદી પણ ફટકારી. આ સિવાય ગિલ આઈપીએલમાં પણ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો. ગિલે IPLની 17 મેચમાં 890 રન બનાવ્યા. આ વર્ષે ODIમાં સૌથી વધુ કેચ લેવાનો રેકોર્ડ પણ શુભમનના નામે છે. શુભમન ગિલ વર્ષ 2023માં ભારત તરફથી કુલ 24 કેચ લેવામાં સફળ રહ્યો.
રિંકુ સિંહ
ભારતીય ટીમ લાંબા સમયથી ફિનિશરની શોધમાં છે અને હવે તે શોધ પુરી થઈ છે. મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ બાદથી ભારતીય ટીમને કોઈ ફિનિશર મળી શક્યું નહોતુ ત્યારે રિંકુ સિંહે T-20માં પોતાનો દબદબો બતાવ્યો અને સાઉથ આફ્રિકા સામે વનડેમાં પણ શાનદાર ઇનિંગ રમી. IPLમાં KKR તરફથી રિંકુ સિંહે પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા. આ ક્ષણ રિંકુ સિંહની કારકિર્દીમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.
યશસ્વી જયસ્વાલ
ભારતીય ટીમનો યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પણ સતત રન બનાવી રહ્યો છે. જયસ્વાલ માટે વર્ષ 2023 શાનદાર રહ્યું. સૌથી પહેલા IPLમાં જયસ્વાલે રાજસ્થાન માટે શાનદાર બેટિંગ કરી. તેણે 14 મેચમાં 625 રન બનાવ્યા. આ પછી ભારતીય ટીમ માટે તેનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું.
તિલક વર્મા
2023માં ભારત માટે ડેબ્યૂ કરનાર તિલક વર્માએ પણ પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા. તિલક વર્માએ ભારત માટે ચાર ODI અને 15 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી. તિલક વર્માને આવનારા સમયમાં ભારતીય ટીમનો ભાવિ સ્ટાર માનવામાં આવી રહ્યો છે.
મુકેશ કુમાર
બિહારના ગોપાલગંજ જિલ્લામાંથી આવતો મુકેશ કુમારે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ડેબ્યુ કર્યું છે. 2023નું વર્ષ મુકેશ કુમાર માટે ઘણું સારું રહ્યું. મુકેશ કુમારે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે જોરદાર બોલિંગ કરી. જે બાદ તેને ભારતીય ટીમમાં એન્ટ્રી મળી અને તેણે આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો.












Click it and Unblock the Notifications
