For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારો દિકરો યુવી ટાઇગર છે.. ચોક્કસ કમબેક કરશે: યોગરાજ સિંહ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 7 જાન્યુઆરી: મંગળવારે બીસીસીઆઇએ વિશ્વકપ 2015ની અંડર 15 ટીમની જાહેરાત કરી દીધી જેમાં વર્ષ 2011ના વિશ્વકપના હીરો રહેલા યુવરાજ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો નહીં. જોકે યુવરાજ સિંહે રણજી મેચો દરમિયાન ખૂબ જ સારુ એવું પ્રદર્શન કર્યું હતું. ટીમ ઇન્ડિયાની જાહેરાત બાદ મીડિયાએ યુવરાજ સાથે વાતચીત કરવા માંગી તો યુવરાજ કેમેરાની સામે આવતા બચતા રહ્યા, જ્યારે તેમના પિતા યોગરાજ સિંહે આ મુદ્દા પર ખુલીને પોતાના મનની વાત કહી.

યોગરાજ સિંહે જણાવ્યું કે યુવરાજ સિંહને બીસીસીઆઇએ વિશ્વકપ 2015 માટે નહીં પસંદ કર્યા તો તેના માટે અમને કોઇના પ્રત્યે કોઇ નારાજગી નથી. રહી વાત યુવરાજની તો મારો દિકરો ટાઇગર છે અને તે આજે પણ એ જ રીતે ક્રિકેટ રમી રહ્યો છે જેવું તે પહેલા રમતો હતો. હું વિશ્વકપ માટે પસંદ કરાયેલી ટીમને શુભેચ્છા પાઠવવા માંગીશ કે તેઓ વિશ્વકપને પાછો જીતીને લાવે.

yuvraj singh
યુવીના પિતાએ જણાવ્યું કે મારો દિકરો એક રિયલ ફાઇગર છે, જે રીતે તે કેન્સર જેવી બિમારીથી લડીને તેની સામે જીત મેળવીને ક્રિકેટ રમી રહ્યો છે, તેના જેટલા વખાણ કરવામાં આવે તેટલાં ઓછા છે. તેની ફીટનેસમાં જરા પણ ઊણપ નથી આવી. એટલે જે લોકો એવું કહી રહ્યા હોય કે યુવીનું ક્રિકેટ કેરિયર ખતમ થઇ ગયું છે તેઓ ખોટા છે, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે યુવરાજ સિંહ ટીમ ઇન્ડિયામાં કમબેક કરી લેશે.

નોંધનીય છે કે બીસીસીઆઇએ વિશ્વકપ 2015 માટે જે ટીમની પસંદગી કરી છે તેમાં હાલના રણજી સત્રમાં ત્રણ સદી ફટકારી ચૂકેલા યુવરાજ સિંહને આઇસીસી વિશ્વ કપ 2015ની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યારે ઇજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા પર વિશ્વાસ રાખતા પણ તેમને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે વિશ્વકપ 2015ની શરૂઆત 14 ફેબ્રુઆરીના રોજ થશે જે 29 માર્ચ સુધી ચાલશે. આ વખતે વિશ્વકપ 2015નું આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેંડ મળીને કરવાનું છે.

વિશ્વકપ 2015ની 15 સભ્યોવાળી ટીમ...

1. મહેન્દ્ર સિંહ ધોની (કપ્તાન)
2. વિરાટ કોહલી (ઉપ કપ્તાન)
3. અજિંક્ય રહાણે
4. શિખર ધવન
5. રોહિત શર્મા
6. સ્ટુઅર્ટ બિન્ની
7. સુરેશ રૈના
8. રવિન્દ્ર જાડેજા
9. અંબાતી રાયડૂ
10. અક્ષર પટેલ
11. રવિચંદ્રન અશ્વિન
12. ભુવનેશ્વર કુમાર
13. મોહમ્મદ સમી
14. ઉમેશ યાદવ
15. ઇશાંત શર્મા

English summary
Hours after Indian selectors announced their 15-member squad for the upcoming World Cup, Yograj Singh – father of discarded Indian cricketer Yuvraj Singh said that BCCI shouldnt be condemned for not considering the veteran batsman for the prestigious tournament.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X