ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર : યુવરાજની પસંદગી

નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર : ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સિરીઝ માટે આજે ટીમ ઇન્ડિયાનું એલાન થઈ ગયું છે. સંદીપ પાટિલના પ્રમુખપદે રાષ્ટ્રીય પસંદગી સમિતિ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દસ ઓક્ટોબરથી રમાનારી ટી-20 અને પ્રથમ ત્રણ વન ડે માટે ટીમની પસંદગી કરી છે. આ ટીમમાં યુવરાજ સિંહની પસંદગી પણ કરવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયાની સામેની આ મેચમાં ભારતે કુલ સાત મેચ રમવાની છે. શાનદાર ફોર્મને પગલે યુવરાજ સિંહને ટીમ ઇન્ડિયામાં ફરી સ્થાન મળશે તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી.. યુવરાજ સિંહ હાલમાં ફોર્મમાં છે અને ઘરેલુ ક્રિકેટમાં તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

ફ્રાંસથી તાલીમ લઈ પરત ફરેલા યુવરાજે વેસ્ટેન્ડિઝ જી-એ વિરુદ્ધ ભારતની એ તરફથી રમતા ત્રણ મેચોમાં 123, 40 અને 61 રન ફટકાર્યા હતા, ટી-20 મેચમાં આજ ટીમની વિરુદ્ધ 52 રન ફટકાર્યા હતા.

india-team-graphic-aus

આ સાથે યુવરાજને બાદ કરતા ભારતની બેટિંગ લાઇનમાં ખાસ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા ન હતી. ભારતીય ક્રિકેટ ટીમમાં બેટિંગ લાઇનમાં શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, સુરેશ રૈના અને મહેન્દ્રસિંહ ધોની તથા બેટ્સમેન અને રિઝર્વ વિકેટ કીપર તરીકે દિનેશ કાર્તિક રહેશે.

બીજી તરફ બોલિંગ લાઇનમાં રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિન જેવા સ્પીનર્સનો સમાવેશ કરવામાં આવી શકે છે. ઝિમ્બાબ્વે સીરિઝમાં 18 વિકેટ્સ લેનાર અમિત મિશ્રાનું સ્થાન પણ પાક્કુ રહેશે. જ્યારે પેસ બોલર્સમાં ઇશાંત શર્મા, ભુવનેશ્વર કુમાર અને ઉમેશ યાદવના નામ છે.

ઓસ્ટ્રેલિયા સિરીઝ માટેની ભારતીય ટીમ આ મુજબ છે. મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, વિનય કુમાર, અમિત મિશ્રા, અંબાતી રાયડૂ, મોહમ્મદ સમી. જયદેવ ઉનડકટ, રવિન્દ્ર જાહેજા, રવિચંદ્રન, અશ્વિન, ભૂવનેશ્વર કુમાર, સુરેશ રૈના અને ઈશાંત શર્મા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X