For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૈભવતાની અનુભૂતિ કરાવતા 10 જોવાલાયક બીચ

|
Google Oneindia Gujarati News

વૈભવતાની વાત આવે ત્યારે સ્વાભાવિક પણે આપણા મનમાં લક્ઝરી બંગ્લોઝ, કાર કે પછી અન્ય લક્ઝરી વસ્તુંઓ આવી જાય છે, પરંતુ આ બાબતો સિવાય પણ વિશ્વમાં એવું ઘણું બધું છે જે આપણને વૈભવતાની અનુભૂતિ કરાવે છે, જેમ કે, વિશ્વનું સર્જન કરનારા કુદરતે વિશ્વના દરેક ખૂણે કંઇકને કંઇ એવી સુંદરતાને પાથરી છે, જ્યાં જઇને આપણું મન તણાવમુક્ત થઇ જાય છે અને અનહદ શાંતિની અનુભૂતિ કરાવે છે અને એક પળે આપણને એમ લાગવા માંડે છે કે, આપણે અહીં જ વસી જઇએ.

આવી જ રીતે કુદરતે સુંદરતાની સાથે વૈભવતા બક્ષે તેવી બાબતોનું પણ સર્જન કર્યું છે. આજે અમે અહીં એવા જ કેટલાક બીચ અંગે જણાવી રહ્યાં છીએ, જે કુદરતની કળા અને માનવીના સૌંદર્ય પ્રેમના કારણે વૈભવી થઇ ઉઠ્યા છે. તો ચાલો તસવીરો થકી જાણીએ વિશ્વ ભરમાં ખજાનામાં છૂપાયેલા વૈભવી બીચ અંગે. અહીં સેશલ્સમાં આવેલા બીચ જણાવવામાં આવ્યા છે.

એન્સે ડી અર્જેન્ટ(Anse D’Argent)

એન્સે ડી અર્જેન્ટ(Anse D’Argent)

સેશલ્સમાં આવેલું આ બીચ લોકોના દિલમાં એ હદે વસી ગયું છે કે, વિશ્વમાં આ સ્થળની સૌથી વધું તસવીરો ખેંચવામાં આવે છે. સફેદ રેતીના કારણે આ બીચ વધું સોહામણો લાગે છે.

એન્સે લાઝો(Anse Lazio)

એન્સે લાઝો(Anse Lazio)

આ બીચ પાર્સલીન આઇલેન્ડની નોર્થ વેસ્ટમાં આવેલો છે અને વિશ્વના જોવાલાયક ટોપ 10 બીચમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. આ બીચને સ્વિમિંગ કરવા માટે એકદમ યોગ્ય બીચ તરીકે ગણવામાં આવે છે. તેમજ રિલેક્સ થવા માટે પણ આ બીચને ઉત્તમ માનવામાં આવે છે.

પોર્ટ લૌનેય(Port Launay)

પોર્ટ લૌનેય(Port Launay)

આ બીચ સેશલ્સના લાંબા આઇલેન્ડની નોર્થ વેસ્ટમાં આવેલો છે. અહીં કલરફૂલ માછલીઓ હોવાના કારણે તેણે એક અલગ જ આકર્ષણ જગાવેલું છે.

એન્સે રોયલ(Anse Royale)

એન્સે રોયલ(Anse Royale)

આ બીચ પોર્ટ લૌનેયથી માયે તરફ આવેલો છે. અહીં પણ કલરફૂલ માછલીઓ જોવા મળે છે, આ બીચ પણ વૈભવતાની અનેરી અનુભૂતિ કરાવે છે.

એન્સે તકામાકા(Anse Takamaka)

એન્સે તકામાકા(Anse Takamaka)

આ બીચ માહેની સાઉથ વેસ્ટ તરફ આવેલો છે, આ બીચ મરીન લાઇફ માટે જાણીતો છે. અહીંના મરીન નેશનલ પાર્કમાં ગોલ્ડન સેન્ડ જોવા મળે છે.

ઇન્ટન્ડાન્સ બીચ(Intendance Beach)

ઇન્ટન્ડાન્સ બીચ(Intendance Beach)

આ બીચ પણ માહેની સાઉથ સાઇડમાં જોવા મળ્યુ છે. આ બીચ પણ વૈભવતાનો અનુભવ કરાવે છે.

એન્સે કોકો(Anse Coco)

એન્સે કોકો(Anse Coco)

આ બીચે જવા માટે 20 મિનિટ જંગલમાં ચાલવું પડે છે. તેથી આ બીચ તરફ જવાનો રસ્તો ભાગ્યેજ વ્યસ્ત જોવા મળે છે. રીલેક્સ થવા માટે આ બીચને ઉત્તમ માનવામાં આવે છે.

ડેનિસ આઇલેન્ડ(Denis Island)

ડેનિસ આઇલેન્ડ(Denis Island)

આ બીચ સેશલ્સમાં આવેલા તમામ બીચોની ઉત્તરાર્ધમાં આવેલું છે. આ સુંદર બીચને રોમેન્ટિક આઇલેન્ડ તરીકે પણ કહેવામાં આવે છે, અને નવ પરણિત યુગલ અહીં જઇને પોતાની વૈભવી રજાઓ અથવા હનીમૂનની યોજના બનાવી શકે છે.

બ્યૂ વોલન(Beau Vallon)

બ્યૂ વોલન(Beau Vallon)

માહેમાં આ બીચ ઘણું જ લોકપ્રીય છે અને તેથી તે ઘણું જ વ્યસ્ત રહે છે. આ બીચ બાળકો માટે ઘણું સુરક્ષીત છે. અહીંના લાઇફ ગાર્ડ અને સોફ્ટ સેન્ડના કારણે આ બીચનો વૈભવી બીચમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

પેટિટ એન્સ લા ડગ(Petit Anse La Digue)

પેટિટ એન્સ લા ડગ(Petit Anse La Digue)

આ બીચ એન્સે કોકો જેવો જ છે. આ બીચ પર પણ વધારે વ્યસ્ત રહે છે. સેશલ્સના વૈભવ બીચોમાં આ બીચની પણ ગણના કરવામાં આવે છે.

English summary
10 Must See Luxury Beaches in the Seychelles
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X