For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાલો, ઉનાળામાં કરીએ સિક્કિમની સેર

ભારતના પૂર્વોત્તરમાં આવેલું સિક્કમ એક પહાડી રાજ્ય છે. અહીંના પર્વતના ઘાટ આખા રાજ્યને ખાસ બનાવે છે.

|
Google Oneindia Gujarati News

ભારતના પૂર્વોત્તરમાં આવેલું સિક્કમ એક પહાડી રાજ્ય છે. અહીંના પર્વતના ઘાટ આખા રાજ્યને ખાસ બનાવે છે. હિમાલયની પહાડીઓ, વહેતી નદીઓ, તળાવો, ધોધ અને ઘનઘોર જંગલોથી તરબતર સિક્કિમ રજાઓ ગાળવા માટે ઉત્તમ છે. ફક્ત સુંદરતા જ નહીં, અહીં પ્રવાસીઓ માટેની સુવિધાઓ પણ છે. અહીંનું રમણીય વાતાવરણ પ્રવાસીઓમાં જાણીતું છે. એટલે જ આખા વર્ષમાં અહીં દેશ વિદેશના લાખો પ્રવાસીઓ આવે છે, કુદરતને માણે છે.

સિક્કિમ એડવેન્ચર પ્રેમીઓ માટે પણ ખાસ મનાય છે. અહીં પ્રવાસીઓ આત્માની અને માનસિક શાંતિની શોધમાં પણ આવે છે. સિક્કિમના બૌદ્ધ મઠ વિશ્વભરમાં જાણીતા છે. આ વિશેષ લેખમાં અમે તમને બતાવીશું સિક્કિમના એ ખાસ હિલસ્ટેશન જ્યાં તમે ઉનાળાની ગરમીને કહી શક્શો બાય બાય.

પેલિંગ

પેલિંગ

PC- Sujay25

પેલિંગ સિક્કિમનું સુંદર હિલ સ્ટેશન છે, જે અદભૂત પહાડી દ્રશ્યો માટે જાણીતું છે. અહીંથી બરફની સફેદ ચાદરમાં ઢંકાયેલી કાંચનજંઘાની પહાડીઓનું દ્રશ્ય મનને પ્રફુલ્લિત કરી દે છે. પેલિંગ સિલીગુડીથી 130 કિલોમીટર અને ગંગટોકથી 115 કિલોમીટર દૂર આવેલું છે.

જીપની મદદથી પ્રવાસીઓ અહીં સહેલાઈથી પહોંચી શકે છે. અહીં આવેલું પ્લાસિડ શહેર મુખ્ય આકર્ષણમાંનું એક છે. સહેલાણીઓનું ધ્યાન આ શહેર જ સૌથી વધુ આકર્ષે છે.

પેલિંગ હિલ સ્ટેશન લગભગ 6,800 ફૂટ ઉંચાઈ પર સ્થિત છે. જ્યાંથી તમે કુદરતી દ્રશ્યોનો આનંદ માણી શકો છો. અહીંથી કાંચનજંઘા સિવાયની પહાડીઓ પણ જોઈ શકાય છે. પેલિંગમાં પ્રવાસીઓને રોકાવાની પણ સારી સુવિધા છે. જો તમે અહીં જવાનું વિચારતા હો તો ગરમ કપડા અને જરૂરી ચીજો લેવાનું ભૂલતા નહીં.

લાચુંગ

લાચુંગ

PC- Indrajit Das

લાચુંગ સિક્કિમનું વધુ એક ખૂબસુરત હિલ સ્ટેશન છે. તિબેટના સરહદી વિસ્તારમાં ઉત્તર સિક્કિમ જિલ્લામાં લાચુંગ આવેલું છે. 9,600 ફૂટ ઉંચાઈ પર આવેલું લાચુંગ અને લાચેન નદીઓના સંગમ પર વસેલું છે. આ બંને નદી અહીંની તિસ્તા નદીની સહાયક નદી છે. ગંગટોકથી લાચુંગનું અંતર માત્ર 125 કિલોમીટર છે. તિબેટ પર ચીનનું પ્રભુત્વ નહોતું ત્યારે લાચુંગ સિક્કિમ અને તિબેટ વચ્ચે વેપારનું કેન્દ્ર હતું. જેને પાછળથી બંધ કરી દેવાયું

પ્રવાસન માટે આ શહેર ખૂબ જ અગત્યનું છે. અહીં પણ પ્રવાસીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ છે. અહીં પ્રવાસીઓ કુદરતી સુંદરતાની સાથે રોમાંચક પ્રવૃત્તિઓનો પણ આનંદ ઉઠાવી શકે છે. સિક્કિમની કલા અને સંસ્કૃતિને જાણનાર માટે પણ આ નગર આદર્શ સ્થળ છે.

લાચેન

લાચેન

સિક્કિમના ઉત્તર તરફ આવેલું લાચેન રાજ્યનો સૌથી સુંદર પહાડી વિસ્તાર ધરાવે છે. અહીં પહાડી સ્થળોની સાથે સાથે લાચેન મઠ પણ જાણીતો છે. અહીની કુદરતી સુંદરતા તો જોવાલાયક છે જ, પરંતુ હિમાલયની પહાડીઓને માણવાનું પણ પ્રવાસીઓ ખૂબ પસંદ કરે છે.

પ્રવાસીઓ સિવાય અહીં બૌદ્ધ શ્રદ્ધાળુઓની પણ અવરજવર રહે છે. બૌદ્ધ અનુયાયીઓ માટે આ એક પવિત્ર સ્થળ છે. લાચેન મુખ્યત્વે 150 ભૂટિયા જનજાતિઓ અને તિબેટિયન પરિવારોનું ઘર છે. હિમાલયના પહાડી ઘાટ અને હરિયાળું આ સ્થળ કોઈ સ્વર્ગથી ઓછું નથી. એક યાદગાર વેકેશન માટે લાચેન ઉત્તમ પસંદગી છે.

ગંગટોક

ગંગટોક

PC- Kailas98

ગંગટોક આમ તો સિક્કિમની રાજધાની છે, સાથે સાથે સુંદર હિલ સ્ટેશન પણ છે. નોર્થ ઈસ્ટમાં ફરવા માટે મધ્ય ગંગટોક પ્રવાસીઓનું પ્રિય હિલ સ્ટેશન છે. અહીંથી તમે કાંચનજંઘાની સફેદ પહાડીઓને માણી શકાય છે. હિમલાયના ખોળે વસેલું આ પ્રાચીન હિલ સ્ટેશન કુદરતી સુંદરતા માટે વિશ્વભરમાં જાણીતું છે.

પહાડી રસ્તાઓ અહીંની મુલાકાતને રોમાંચક બનાવે છે. અહીં તમે કાંચનજંઘાની પહાડીઓ સિવાય સુંદર તળાવનો નઝારો પણ માણી શકો છો. ઉનાળા દરમિયાન રજાઓ માટે આ સ્થળ ઉત્તમ પસંદગી સાબિત થઈ શકે છે.

મંગન

મંગન

PC- Nichalp

સિક્કિમના ઉત્તર ભાગમાં આવેલું મંગન રાજ્યના મુખ્ય પર્યટક સ્થળોમાંનું એક છે. ટ્રેકિંગના શોખીન માટે આ હિલ સ્ટેશન બેસ સ્ટેશન તરીકે જાણીતુ છે. અહીંથી ટ્રેકર્સ પહાડી રસ્તા પર પોતાની પદયાત્રા શરૂ કરી શકે છે. મંગન અને મંગનની આસપાસ પ્રવાસીઓને આકર્ષે તેવી અનેક જગ્યાઓ છે. જે પ્રવાસીઓનો સ્વભાવ ખુશનુમા કરી શકે છે.

પ્રવાસીઓ અહીં આવેલા યમથાંગના ઘાટની મુલાકાત અવશ્ય લે છે. અહીંની ખીણમાં સુંદરતા કુદરતે છૂટ્ટે હાથે વિખેરી છે. આ ઉપરાંત તમે અહીં ધોધ, ઝરણાનો આનંદ પણ લઈ શકો છો. સિક્કિમ એક સુંદર રાજ્ય છે. ખાસ કરીને ઉનાળા દરમિયાન તમે અહીંના હિલસ્ટેશનોની મુલાકાત લઈ શકો છો.

English summary
5 Most Beautiful Hill Stations in Sikkim.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X